Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહેશ માંજરેકરને હિન્દી કરતાં મરાઠી ફિલ્મો બનાવવી વધારે પસંદ છે

મહેશ માંજરેકરને હિન્દી કરતાં મરાઠી ફિલ્મો બનાવવી વધારે પસંદ છે

12 February, 2019 09:21 AM IST |

મહેશ માંજરેકરને હિન્દી કરતાં મરાઠી ફિલ્મો બનાવવી વધારે પસંદ છે

મહેશ માંજરેકર

મહેશ માંજરેકર


 

મહેશ માંજરેકરને હિન્દી ફિલ્મોની સરખામણીએ મરાઠી ફિલ્મો કરવી વધુ ગમે છે. તેમણે અનેક હિન્દી અને મરાઠી ફિલ્મો બનાવી છે. મરાઠી ફિલ્મો પ્રતિ વધુ રસ હોવાનું જણાવતાં મહેશ માંજરેકરે કહ્યું હતું કે ‘મને મરાઠી ફિલ્મો ડિરેક્ટ કરવું ખૂબ ગમે છે. હિન્દી ફિલ્મોમાં જ્યારે બિઝનેસ, ગીત, ડાન્સ અને આઇટમ-નંબર્સ પર વધુ મહત્વ નહીં આપવામાં આવે ત્યારે જ મને હિન્દી ફિલ્મો બનાવવાનું ગમશે. મરાઠી ફિલ્મોમાં હું મારી મરજી પ્રમાણે કામ કરી શકું છું.’



આ પણ વાંચોઃ તૈમુર સહિત આ સ્ટાર કીડ્સના એક્સપ્રેશન જોઈને ખડખડાટ હસશો !


પહેલાંના સમયમાં કલાકારો લોકોને ફિલ્મો જોવા માટે આકર્ષિત કરતા હતા એ વિશે મહેશ માંજરેકરે કહ્યું હતું કે ‘લોકો હવે કન્ટેન્ટને મહત્વ આપે છે. આજે આપણે એવા સારા તબક્કામાં છીએ જ્યાં આપણે નવા એક્સપરિમેન્ટ કરી શકીએ છીએ અને એને જોવા દર્શકો પણ આવશે એવી આશા આપણને હોય છે. પહેલાં એવો સમય હતો જ્યારે સ્ટાર્સ લોકોને પોતાની ફિલ્મો જોવા માટે ખેંચી લાવતા હતા અને કન્ટેન્ટને સેકન્ડરી ગણવામાં આવતી હતી. હિન્દી ફિલ્મો બનાવવા માટે હવે ખૂબ સારો સમય છે.’

 


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2019 09:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK