Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારામાં કદી પણ એક કલાકાર તરીકે આત્મસંતુષ્ટિની લાગણી નથી આવીઃ મહેશ બાબુ

મારામાં કદી પણ એક કલાકાર તરીકે આત્મસંતુષ્ટિની લાગણી નથી આવીઃ મહેશ બાબુ

10 May, 2019 10:19 AM IST | મુંબઈ

મારામાં કદી પણ એક કલાકાર તરીકે આત્મસંતુષ્ટિની લાગણી નથી આવીઃ મહેશ બાબુ

મહેશ બાબુ (File Photo)

મહેશ બાબુ (File Photo)


મહેશ બાબુનું માનવું છે કે તેનામાં કદી પણ એક કલાકાર તરીકે આત્મસંતુષ્ટિની લાગણી નથી આવી. બે દાયકાથી ફિલ્મોમાં કામ કરનાર મહેશની તેલુગુ ‘મહર્ષિ’ ગઈ કાલે જ રિલીઝ થઈ છે. લોકોને તેના પર હંમેશાં આશા અને અપેક્ષા વધુ હોય છે એ વિશે મહેશ બાબુએ કહ્યું હતું કે ‘હું ખુશ છું કે મારામાં કદી પણ એક કલાકાર તરીકે આત્મસંતુષ્ટિની લાગણી નથી આવી. હું હજી પ‌ણ એવા ડિરેક્ટર્સ સાથે કામ કરવા માગું છું જે મારી પાસે સ્ક્રિપ્ટ લઈને આવે. હું એક વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરવાનો આગ્રહ રાખું છું, કારણ કે એકસાથે અનેક ફિલ્મોમાં કામ કરવાનો કોઈ અર્થ નથી. આજે ફિલ્મમેકિંગનું ઇકૉનૉમિક્સ બદલાઈ ગયું છે. સાથે જ એમાં રિસ્ક પણ ખૂબ સમાયેલું છે. એથી લોકો પણ વધુ અપેક્ષા રાખે છે.’

‘મહર્ષિ’ની હિન્દી રીમેકમાં જોવા મળશે સલમાન ખાન?



મહેશ બાબુની ‘મહર્ષિ’ની હિન્દી રીમેકમાં સલમાન ખાન જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે. એવું કહેવાય છે કે મહેશ બાબુ અને પૂજા હેગડેની ‘મહર્ષિ’ જોવા માટે સલમાન પણ ઉત્સાહિત છે. સલમાન, પ્રભુ દેવા અને ‘ભારત’ની ટીમ માટે આ ફિલ્મના મેકર્સ ખાસ સ્ક્રીનિંગ પણ રાખવાના છે. મહેશ બાબુના અલગ-અલગ ગેટ-અપને જોઈને બૉલીવુડ પણ તેમનું કાયલ બન્યું છે. હિન્દી રીમેક બનતાં એના મેકર્સ સલમાનને આ રીમેકમાં લે એવી શક્યતા છે. સાથે જ એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં કામ કરવાની સાથે સલમાન એને પ્રોડ્યુસ પણ કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2019 10:19 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK