Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'મેડ ઈન હેવન'નો પહેલો લૂક રિલીઝ

'મેડ ઈન હેવન'નો પહેલો લૂક રિલીઝ

17 January, 2019 03:40 PM IST |

'મેડ ઈન હેવન'નો પહેલો લૂક રિલીઝ

મેડ ઈન હેવન'નું પોસ્ટર

મેડ ઈન હેવન'નું પોસ્ટર


એમેઝોન પ્રાઈમ વીડિયો પર ટૂંક સમયમાં રિલીઝ થનારી વધુ એક વેબસિરીઝનો પહેલો લૂક રિલીઝ થયો છે. એક્સેલ મીડિયા એન્ડ AMP એન્ટરટેઈનમેન્ટ અને ટાઈગર બેબીએ સાથે મળીને બનાવેલી 'મેડ ઈન હેવન'નો પહેલો લુક રિલીઝ કર્યો છે.

એક્સિક્યૂટિવ નિર્માતા રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર, ક્રિએટર ઝોયા અખ્તર અને રીમા કાગતી, નિત્યા મેહરા, પ્રશાંત નાયર અને અલંકૃતા શ્રીવાસ્તવ દ્વારા દિગ્દર્શિત પ્રાઈમ ઓરિજનલની આગામી શ્રેણી 'મેડ ઈન હેવન'માં અર્જુન માથુર, સોભિતા ધૂલીપાલા, જિમ સર્ભ, કલ્કિ કોચલિન, શશાંક અરોરા અને શિવાની રઘુવંશી જેવા ઉમદા કલાકાર દર્શકોને મનોરંજન માટે તૈયાર છે.



પોસ્ટર દ્વારા દર્શકોને દિલ્હીના બે વેડિંગ પ્લાનર તારા અને કરણના જીવનની એક ઝલક ઝાંખી જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમની વાર્તા એક આદર્શ લગ્ન સાથે શરૂ થાય છે અને જ્યારે પરંપરાને આધુનિક મહત્વાકાંક્ષા સાથે આવરી લેવામાં આવે છે ત્યારે બિગ ફેટ ઇન્ડિયન વેડિંગની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત એમની વાર્તાથી જોડાયેલા ઘણા રહસ્ય અને ઘણું અસત્ય સામે આવે છે.


આ પણ વાંચો : 10yearchallenge: 10 વર્ષોમાં આટલો બદલાયો એક્ટ્રેસનો લુક

પ્રાઈમ ઓરિજનલ સીરીઝ 'મેડ ઈન હેવન' 8 માર્ચ, 2019એ ફક્ત એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2019 03:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK