Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમાર સહિત સિદ્ધાર્થ શુક્લાએ પણ લગાડ્યો લાલ ચાંદલો...

અક્ષય કુમાર સહિત સિદ્ધાર્થ શુક્લાએ પણ લગાડ્યો લાલ ચાંદલો...

08 November, 2020 08:46 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

અક્ષય કુમાર સહિત સિદ્ધાર્થ શુક્લાએ પણ લગાડ્યો લાલ ચાંદલો...

અક્ષય કુમાર સહિત સિદ્ધાર્થ શુક્લાએ પણ લગાડ્યો લાલ ચાંદલો...

અક્ષય કુમાર સહિત સિદ્ધાર્થ શુક્લાએ પણ લગાડ્યો લાલ ચાંદલો...


બોલીવુડ એક્ટર અક્ષય કુમાર (Bollywood Actor Akshay Kumar) પોતાની અપકમિંગ ફિલ્મ લક્ષ્મી (Laxmmi)ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફૉર્મ (OTT Platform) પર રિલીઝ થવાની છે. ફિલ્મ દિવાળી (Diwali)ના અવસરે સિનેમાઘરોને બદલે ઑનલાઇન પ્લેટફૉર્મ પર જ રિલીઝ થવાની છે. એવામાં અક્ષય કુમારે (Akshay Kumar) પ્રમોશન માટે 'અબ હમારી બારી (Ab Humari Bari)' કૅમ્પેઇન (Campaign) શરૂ કરી છે. આ કૅમ્પેઇનમાં અક્ષય કુમારે લોકોને આગ્રહ કર્યો છે કે તે ઇન્સ્ટાગ્રામ ફિલ્ટરની મદદથી રેડ ચાંદલો લગાડીને પોતાની તસવીર પોસ્ટ કરે. એક્ટરે થર્ડ જેન્ડરના સમર્થન અને સમાનતા માટે આ કૅમ્પેઇન શરૂ કરી છે.

હકીકતે, અક્ષયે લાલ ચાંદલો લાગેલો હોય તેવી પોતાની એક તસવીર શૅર કરીને આ કૅમ્પેઇનની શરૂઆત કરી છે. ત્યાર પછી હવે આ લોકો આ કૅમ્પેઇન સાથે જોડાવા લાગ્યા અને રેડ ચાંદલો લગાડીને પોતામી તસવીર શૅર કરી રહ્યા છે. બિગ બૉસ 13ના વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લા પણ આ કૅમ્પેઇનમાં જોડાયો છે અને તેણે પોતાની તસવીર શૅર કરી છે. હવે ચાહકો અક્ષય કુમાર અને સિદ્ધાર્થ શુક્લાના આ પગલાના વખાણ કરી રહ્યા છે અને થર્ડ જેન્ડર માટે ઉઠાવવામાં આવેલા આ પગલાનાં વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ ફિલ્ટર સાથે તસવીર શૅર પણ કરી છે.




સિદ્ધાર્થ શુક્લાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શૅર કરી છે. આ તસવીરના કૅપ્શનમાં સિદ્ધાર્થે લખ્યું છે, 'હકીકતે હું અક્કી સરે જે પહેલ કરી છે, અમે તેના વખાણ કરીએ છીએ. આપણે એક ડગલું આગળ વધવાનું છે અને થર્ડ જેન્ડર પ્રત્યે પ્રેમ, સ્વીકૃતિ અને સમર્થન બતાવવાનું છે. ચાલો લાલ ચાંદલો લગાડીએ અને બધાં સાથે મળીએ કારણકે હવે આપણો વારો છે, તેમનો સાથ આપવાની, જેમણે અત્યાર સુધી આપણી ખુશીમાં સાથ આપ્યો.'


જણાવવાનું કે આ ફિલ્મમાં અક્ષય કુમાર એક ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં દેખાશે. સાથે જ ફિલ્મનું નામ પણ વિવાદ પછી બદલી દેવામાં આવ્યું છે, પહેલા ફિલ્મનું નામ લક્ષ્મી બૉમ્બ હતું, પણ હિંદુ ધર્મની ભાવનાઓને દુઃખ પહોંચાડવાનો આરોપ મૂકાયા પછી ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણીની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મ લક્ષ્મી 9 નવેમ્બરના રિલીઝ થશે. આ પહેલા અક્ષય કુમારની ફિલ્મના ટાઇટલને લઈને ઘણો વિવાદ પણ થયો હતો અને સોશિયલ મીડિયા પર ફિલ્મને બૉયકૉટ કરવાની પણ માગ વધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2020 08:46 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK