ઍક્ટર રુદ્ર કૌશિશ બન્યો પ્રોડ્યુસરઃ ઝીફાઇવ પર રિલીઝ થઈ પ્રથમ ફિલ્મ

Published: Jan 30, 2020, 13:09 IST | Rajkot

સ્ટાર પ્લસની ‘કુલ્ફીકુમાર બાજેવાલા’માં મહેન્દ્રસિંહ ગિલનું કૅરૅક્ટર કરનાર ઍક્ટર રુદ્ર કૌશિશ પણ હવે પ્રોડ્યુસર બની ગયો છે.

રુદ્ર કૌશિશ
રુદ્ર કૌશિશ

સ્ટાર પ્લસની ‘કુલ્ફીકુમાર બાજેવાલા’માં મહેન્દ્રસિંહ ગિલનું કૅરૅક્ટર કરનાર ઍક્ટર રુદ્ર કૌશિશ પણ હવે પ્રોડ્યુસર બની ગયો છે. રુદ્રની પહેલી ફિલ્મ ‘દો મિનિટ’ ઝી ટીવીના ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક કપલ અને એક ટૅક્સી-ડ્રાઇવરની આસપાસ ઘૂમરાય છે. રુદ્ર કૌશિશે કહ્યું હતું કે ‘મને હંમેશાં એવું લાગ્યું છે કે વિવિધ વાર્તા ઑડિયન્સ સામે આવવી જોઈએ, પણ આપણી મર્યાદા છે કે લોકો સફળતાના માપદંડને ધ્યાનમાં રાખીને પ્રોડક્શન કરે છે. આવું ન બને અને કહેવાલાયક વાર્તા લોકો સમક્ષ આવે એવા હેતુથી મેં પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યું છે.’

રુદ્રના પ્રોડક્શન હાઉસમાં નિતનવા વિષયો પર કામ થશે, જેમાં સ્ટાર નહીં, પણ કન્ટેન્ટ દમદાર હશે. રુદ્ર અત્યારે તો પોતાની ઍક્ટિંગ પર જ ફોકસ કરશે, પણ ભવિષ્યમાં તે પોતે પણ પોતાના પ્રોડક્શન ‘રેખાજી એન્ટરટેઇનમેન્ટ’માં કામ કરશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK