ક્રિષ્ના અર્ચના પૂરન સિંહના કૅરેક્ટરમાં જોવા મળશે

Published: Jan 21, 2020, 12:54 IST | Mumbai

‘ધી કપિલ શર્મા શો’માં સપના બનતો કોમેડિયન ક્રિષ્ના આવતાં એપિસોડમાં અર્ચના પૂરન સિંહ બનવાનો છે, જેના ફોટોગ્રાફ એણે પોતે જ સોશ્યલ મીડિયા પર શેર પણ કર્યા

ક્રિષ્ના અને અર્ચના પૂરન સિંહ
ક્રિષ્ના અને અર્ચના પૂરન સિંહ

સપના બનીને ‘ધી કપિલ શર્મા શો’માં બધાના મસાજ કરતો અને આવતાં ગેસ્ટ પાસે એક કરોડ રૂપિયા માંગતો ક્રિષ્ના આવતાં એપિસોડમાં સપનાના નહીં પણ અર્ચના પૂરન સિંહના કૅરેક્ટરમાં જોવા મળશે. અર્ચના શોની હોસ્ટ છે, તેણે નવજોતસિંહ સિધુને રીપ્લેસ કર્યા છે. અર્ચના પૂરન સિંહ જેવા જ ગેટઅપ અને મેકઅપમાં ક્રિષ્નાએ ડિટ્ટો અર્ચનાનું જ કૅરેક્ટર કર્યુ હતું, જેની માટે અર્ચનાએ પોતે જ તેને બોડી લૅન્ગવેજથી માંડીને નાની-નાની વાતો શીખવી હતી.

અર્ચના બનેલા ક્રિષ્નાએ પોતે જ ગઈકાલે શૂટિંગ દરમ્યાનના ફોટોગ્રાફ અને વીડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને અર્ચનાનો આભાર પણ માન્યો હતો અને લખ્યું હતું કે, ‘વર્ષોથી મારા કપિલના અને ભારતીના એકધારા પંચ સહન કર્યા પછી પણ અર્ચનાએ અમારા માટે જે મોટું મન રાખ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK