Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સરોગસી પર આધારિત ફિલ્મમાં જોવા મળશે ક્રિતી સૅનન?

સરોગસી પર આધારિત ફિલ્મમાં જોવા મળશે ક્રિતી સૅનન?

27 April, 2019 10:31 AM IST |

સરોગસી પર આધારિત ફિલ્મમાં જોવા મળશે ક્રિતી સૅનન?

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન


ક્રિતી સૅનન સરોગસી પર આધારિત ફિલ્મમાં જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને ‘લુકા છુપી’ના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર ડિરેક્ટ કરશે. ફિલ્મનું નામ ‘મામા મિયા’ હશે જેને દિનેશ વિજન પ્રોડ્યુસ કરશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. સરોગસી પર એક મરાઠી ફિલ્મ ‘મલા આઈ વ્હાયચય’ ૨૦૧૧માં આવી હતી. આ ફિલ્મ પરથી જ ‘મામા મિયા’નો આઇડિયા લેવામાં આવ્યો છે. જોકે આ ફિલ્મ તદ્દન અલગ રહેવાની છે. આ ફિલ્મને આજના સમયની સાથે જોડવામાં આવશે. દર્શકોની અપેક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આïવશે.

આ પણ વાંચો : મારી હંમેશાંથી ઇચ્છા હતી ઍક્શન ફિલ્મ બનાવવાની : મધુર ભંડારકર



સ્ક્રિપ્ટ પૂરી થયા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. એવી ચર્ચા છે કે ક્રિતીને ફિલ્મની સ્ટોરી ખૂબ પસંદ પડી છે. આ સ્ટોરી પર આધારિત આ અગાઉ સુસ્મિતા સેનની ‘ફિલહાલ’ અને સલમાન ખાન, રાની મુખરજી અને પ્રીતિ ઝિન્ટાની ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 10:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK