Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાનીપતમાં મરાઠી યુવતીનું પાત્ર ઑફર થતા ચોંકી ઉઠી હતી : ક્રિતી

પાનીપતમાં મરાઠી યુવતીનું પાત્ર ઑફર થતા ચોંકી ઉઠી હતી : ક્રિતી

05 November, 2019 01:47 PM IST | Mumbai

પાનીપતમાં મરાઠી યુવતીનું પાત્ર ઑફર થતા ચોંકી ઉઠી હતી : ક્રિતી

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન


‘પાનીપત’માં મરાઠી યુવતી પાર્વતીબાઈનો રોલ ઑફર થતાં ક્રિતી સૅનનને ખૂબ આશ્ચર્ય થયુ હતું. ક્રિતી મૂળ પંજાબી છે. ઇતિહાસ પર આધારિત આશુતોષ ગોવારિકરની આ ફિલ્મમાં પાણીપતનાં યુદ્ધની ગાથા દેખાડવામાં આવશે. ફિલ્મમાં ક્રિતીની સાથે સંજય દત્ત, અર્જુન કપૂર, પદ્મિની કોલ્હાપૂરે, મોહનીશ બહલ, ઝીનત અમાન અને કુણાલ કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ અને પોતાનાં કૅરૅક્ટર વિશે ક્રિતી સૅનને કહ્યું હતું કે ‘આ એક એવી સ્ટોરી છે જે લોકો સુધી પહોંચવી પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને તો આશુતોષ સરે જે રીતે મારા પાત્રને લખ્યું છે એને જોતા પાર્વતીબાઈનું પાત્ર મને ખૂબ પસંદ છે. હું એ પાત્રથી ખૂબ પ્રભાવિત થઈ હતી, કેમ કે આ અગાઉ મેં કદી પણ આવી ભૂમિકા નથી ભજવી. શરૂઆતમાં તો હું એ વાતને લઈને મૂંઝવણમાં હતી કે તેમણે મરાઠી યુવતીના પાત્ર માટે મારા પર કેમ પસંદગી ઉતારી, કારણ કે હું પંજાબી છું. હું થોડી ચોંકી ગઈ હતી. જોકે હું આ ડિરેક્ટર સાથે કામ કરવાની તક છોડવા નહોતી માંગતી. તેઓ ઐતિહાસિક ફિલ્મો બનાવવામાં માહેર છે. મેં અત્યાર સુધી જે પણ કામ કર્યું છે એનાથી આ ફિલ્મ તદ્દન અલગ છે. એથી હું ખૂબ ઍક્સાઇટેડ છું. મારા માટે આ એક ચૅલેન્જ પણ છે. આવી રીતે જ તમે ચોક્કસ પ્રકારની માન્યતાઓને તોડી શકો છો.’

parvati-bai



પોતાની સફળતાનો શ્રેય દર્શકોને આપે છે ક્રિતી સૅનન


ફિલ્મોમાં મળેલી સફળતા માટેનો શ્રેય ક્રિતી સૅનન દર્શકોને આપે છે. દિવાળી દરમ્યાન રિલીઝ થયેલી ‘હાઉસફુલ 4’ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. તે જલદી જ ઐતિહાસિક ફિલ્મ ‘પાનીપત’માં પણ જોવા મળવાની છે. તેની ફિલ્મોને લોકોએ આપેલા પ્રેમ માટે સૌનો આભાર વ્યક્ત કરતાં ક્રિતી સૅનને કહ્યું હતું કે ‘મારી ફિલ્મ અને મારા પાત્ર પર વરસાવવામાં આવેલા પ્રેમ માટે હું દર્શકોનો ખૂબ આભાર માનું છું.

આ પણ વાંચો : રાધે વર્સસ લક્ષ્મી બૉમ્બ


મારી સફળતાનો શ્રેય હું દર્શકોને આપુ છું અને હું પોતાને ખૂબ નસીબદાર પણ માનું છું. તમારી જે ઇચ્છા હોય એ પ્રમાણેનું કામ કરવા મળે અને એમાં લોકોની સકારાત્મક પ્રતિક્રિયા મળે તો એ પોતાનામાં જ એક મોટો રિવૉર્ડ છે. એક કલાકાર તરીકે હું પોતાને એક જવાબદાર ઍક્ટર સમજી રહી છું.’

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 01:47 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK