Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાધે વર્સસ લક્ષ્મી બૉમ્બ

રાધે વર્સસ લક્ષ્મી બૉમ્બ

05 November, 2019 01:42 PM IST | Mumbai

રાધે વર્સસ લક્ષ્મી બૉમ્બ

અક્ષયકુમાર અને સલમાન ખાન

અક્ષયકુમાર અને સલમાન ખાન


અક્ષયકુમાર અને સલમાન ખાનની ફિલ્મો ૨૦૨૦ની ઈદ દરમ્યાન પરસ્પર ટકરાવાની છે. અક્ષયકુમારની હૉરર-કૉમેડી ‘લક્ષ્મી બૉમ્બ’ અને સલમાનની ‘રાધે’ બૉક્સ-ઑફિસ પર ઘમાસાણ મચાવશે. અક્ષયકુમારની ‘લક્ષ્મી બૉમ્બ’ તામિલ હૉરર-કૉમેડી ‘કંચના’ની હિન્દી રીમેક છે. ‘કંચના’ને રાઘવ લૉરેન્સે જ ડિરેક્ટ કરી હતી. આ હિન્દી રીમેકને પણ તેઓ જ ડિરેક્ટ કરી રહ્યાં છે. આ અગાઉ રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ પણ ૨૦૨૦ની ઈદમાં રિલીઝ થવાની હતી. જોકે રોહિત શેટ્ટીએ આ ફિલ્મને ઈદ પહેલા માર્ચમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ‘લક્ષ્મી બૉમ્બ’ પહેલાં જૂનમાં રિલીઝ થવાની હતી. જોકે હવે મેકર્સે એને ૨૦૨૦ની ઈદ દરમ્યાન રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : સલમાન ખાનથી ફક્ત 7 વર્ષ મોટી છે 'રાધે'માં તેની માતાનું પાત્ર ભજવતી અભિનેત્રી



જોકે સલમાન હંમેશાંથી પોતાની ફિલ્મોને ઈદ દરમ્યાન રિલીઝ કરતો આવ્યો છે. પ્રભુદેવાનાં ડિરેક્શનમાં બની રહેલી ‘રાધે’ પણ ઇદમાં રિલીઝ કરવામાં આવશે. અક્ષયકુમાર અને સલમાનનાં ફૅન્સ આ જાહેરાત બાદ નક્કી મુંઝવણમાં મુકાયા હશે કે કોણ કોને ટક્કર આપશે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 01:42 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK