Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ નેગેટિવ કમેન્ટસ કરનારા પર ભડકી ક્રિતી

સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ નેગેટિવ કમેન્ટસ કરનારા પર ભડકી ક્રિતી

17 June, 2020 05:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ નેગેટિવ કમેન્ટસ કરનારા પર ભડકી ક્રિતી

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ સોશ્યલ મીડિયા પર લોકો અલગ અલગ કમેન્ટસ કરી રહ્યાં છે. એટલું જ નહીં, સુશાંતના નિધન બાદ અભિનેત્રી ક્રિતી સૅનને સોશ્યલ મીડિયા પર કંઈ પોસ્ટ ન કર્યું હોવાથી તે ટ્રોલર્સની કમેન્ટ્સનો શિકાર બની હતી. હવે ક્રિતી સૅનન નેગેટિવ કમેન્ટસ કરનારા પર ભડકી ગઈ છે અને આ બાબતે પોતાનું રિએક્શન આપ્યું છે. અભીનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ લખીને ટ્રોર્લસને સબક શીખવ્યો છે.

ક્રિતી સૅનને લખ્યું છે કે, આ બહુ વિચિત્ર છે કે ટ્રોલિંગ અને ગૉસિપ કરવાવાળી દુનિયા તમારા ગયા પછી અચાનક તમારા માટે પોઝેટિવ અને સારુ સારુ બોલવા લાગે છે. જો કોઈના ગયા બાદ તમે એની માટે સોશ્યલ મીડિયા પર કંઈ પોસ્ટ ન કરો કે પબ્લિકલી કમેન્ટ ન કરો તો એનો અર્થ તમને એ વ્યક્તિના જવાનુ દુ:ખ નથી. એવુ લાગી રહ્યું છે કે, સોશ્યલ મીડિયા જ રીયલ દુનિયા છે અને રીયલ દુનિયા ફૅક છે. કેટલીક મીડિયાના લોકો એ નથી સમજતા કે આ સમયે તેમના પર શું વિતતુ હશે જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે. તેઓ તમને લાઈવ આવવાનું કહેશે કે રીએક્શન લેવાનું કહેશે. કોઈ અંતિમ સંસ્કરમાં જતું હશે તો ગાડીના કાચ પર ટકોર મારીને કાચ નીચો કરવાનું કહેશે જેથી ફોટો ક્લિયર આવી શકે.



 
 
 
View this post on Instagram

There are a lot of thoughts crossing my mind.. A LOT! But for now this is all i wanna say!??

A post shared by Kriti (@kritisanon) onJun 17, 2020 at 12:50am PDT


આગળ ક્રિતીએ લખ્યું હતું કે. અંતિમ સંસ્કાર ખાનગી હોય છે. હું મીડિયાને વિનંતી કરું છું કે આવી જગ્યાએ ન આવે અને જો આવે તો મર્યાદામાં રહે. ગ્લેમરની દુનિયામાં રહેનારા અમે પણ સામાન્ય માણસો જ છીએ. અમારી અંદર પણ તમારી જેમ જ લાગણીઓ છે. કોઈના વિશે ખરાબ નહીં બોલો જાણે કે તમે જે વિચારો છો એ જ સત્ય હોય. તમારી ખોટી અને ખરાબ કમેન્ટ્સ કોઈની જીંદગી પર બહુ ખોટી અસર પાડી શકે છે.


આપણે એ બોલવાનુ બંધ કરવું પડશે કે છોકરાઓ રડતા નથી, આ રીતે ન રડો, રડો નહીં મજબુત બનો. રડવું નબળાઈની નિશાની નથી. જો તમને રડવુ આવે તો રડો, બુમો પાડવી છે તો પાડો. તમે તમારો સમય લો અને ક્યારેક લૉ ફીલ કરતા હોવ તો તેમા કશો વાંધો નથી, તેમા કંઈ ખોટું નથી. સમય લો અને બધુ ઠીક થવા દો. પરિવાર સાથે વાતો કરો, જે તમને બહુ પ્રેમ કરે છે. એ તમારી તાકાત છે અને હંમેશા તમારી સાથે રહેશે.

આ પોસ્ટના કૅપ્શનમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, અત્યારે મારા મગજમાં ઘણુ બધુ ચાલી રહ્યું છે, બહુ બધુ. પરંતુ અત્યારે મારે આટલું જ કહેવું છે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2020 05:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK