જાણો કેમ શિલ્પા શેટ્ટીએ ઠુકરાવી 10 કરોડની ઑફર

Published: Aug 19, 2019, 12:08 IST | મુંબઈ

શિલ્પા શેટ્ટીએ 10 કરોડ રૂપિયાની ઑફરને ઠુકરાવી દીધી છે. આ ઑફર તેને એક કંપનીની જાહેરાત કરવા માટે મળવાના હતા.

જાણો કેમ શિલ્પા શેટ્ટીએ ઠુકરાવી 10 કરોડની ઑફર
જાણો કેમ શિલ્પા શેટ્ટીએ ઠુકરાવી 10 કરોડની ઑફર

પોતાની ફિટનેસ માટે જાણીતી શિલ્પા શેટ્ટીએ 44 વર્ષની ઉંમરે પણ પોતાની જાતને જે રીતે ફિટ રાખી છે તે એક મિસાલ સમાન છે. શિલ્પાની આ ફિટનેસના કારણે જ તેને હાલમાં એક પ્રોડક્ટની જાહેરાત માટે 10 કરોડ રૂપિયા જેવી તગડી રકમની ઑફર કરવામાં આવી હતી, પરંતુ શિલ્પાએ તેને ઠુકરાવી દીધી છે. તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું છે.

મિડ-ડેને મળેલા અહેવાલ પ્રમાણે, શિલ્પાને એક આયુર્વેદિક કંપનીએ પાતળા થવાની પિલ્સની જાહેરાત કરવા માટે ઑફર કરી હતી. ફિટનેસ માટે શિલ્પાના ઉત્સાહને જોતા આવા ઉત્પાદનો માટે તેનાથી સારી ચોઈસ બીજી કોણ હોઈ શકે? જો કે શિલ્પાએ આ ઑફર એટલા માટે ઠુકરાવી દીધી કારણ કે તે ખોટું ઉદાહરણ નથી આપવા માંગતી. શિલ્પાના અનુસાર, હું કોઈ એવી ચીજ નહીં વેચવા નથી માંગતી, જેમાં મને પોતાને વિશ્વાસ ન હોય. પાતળા થવાની ગોળીઓ લોકોને લલચાવી શકે છે, કારણ કે તેનાથી તરત ફાયદો થવાનો દાવો કરવામાં આવે છે.પરંતુ યોગ્ય આહાર અને રૂટિનનું પાલન કરવાની જે સંતોષ મળે છે, તેનો કોઈ વિકલ્પ નથી. જીવનશૈલીમાં ફેરફાર લાંબા સમય સુધી કામ કરે છે.


શિલ્પા પોતાને ફિટ રાખવા માટે યોગ કરે છે અને નિયમિટ ફિટનેસ રૂટિનનું પાલન કરે છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી ખબર પડે છે કે શિલ્પા તેના સ્વાસ્થ્યને લઈને કેટલી સજાગ છે. કેટલાક વર્ષો પહેલા તેણે પોતાની યોગ ડીવીડી પણ લૉન્ચ કરી હતી. શિલ્પા શેટ્ટી હાલમાં નાના પડદા પર શોઝને જજ કરી રહી છે. હાલમાં જ તેને ડાન્સ રિઆલિટી શો સુપર ડાન્સર 3માં જજ તરીકે જોવા મળ્યા હતા.

આ પણ જુઓઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK