1500 રૂપિયાની મહિને સેલેરી ધરાવતા મહિલાએ KBCમાં જીત્યા 1 કરોડ

Published: Sep 15, 2019, 11:30 IST | મુંબઈ

અમરાવતીમાં રહેતા એક મહિલાએ કૌન બનેગા કરોડપતિમાં 1 કરોડ રૂપિયા જીત્યા છે. જેઓ મહિને માત્ર 1500 રૂપિયા જ કમાય છે.

1500 રૂપિયાની મહિને સેલેરી ધરાવતા મહિલાએ KBCમાં જીત્યા 1 કરોડ
1500 રૂપિયાની મહિને સેલેરી ધરાવતા મહિલાએ KBCમાં જીત્યા 1 કરોડ

કૌન બનેગા કરોડપતિ સિઝન 11માં સતત રોમાંચ વધી રહ્યો છે. બિહારના સનોજ રાજના રૂપમાં સીઝનનો પહેલો કરોડપતિ મળી ચુક્યો છે, અને જલ્દી જ શો બીજો કરોડપતિ મળવાનો છે. હવે સીઝનને બીજો કરોડપતિ મળવા જઈ રહ્યો છે, જેની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. જે ઓછા સંસાધનોમાં પણ જીવન નિર્વાહ કરે છે અને ખુશ રહેવાની પ્રયાસ કરે છે. સીઝનની બીજી કરોડપતિનો નામ છે બબિતા.


સોની ટીવીએ જાહેર કરેલા એપિસોડમાં પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અમરાવતીમાં રહેનારી બબિતા એક કરોડ જીતી જાય છે. આ પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે પહેલા અમિતાભ બચ્ચન 1 કરોડનો 15નો સવાલે પૂછે છે અને તેઓ એલાન કરે છે કે તમે 1 કરોડ રૂપિયા જીતી ચુક્યો છો. હવે બબિતા સાત કરોડના સવાલનો સામનો કરશે. જોવાનું એ રહેશે કે  બબિતા 7 કરોડના સવાલનો જવાબ આપી શકે છે.

સીઝનની આગામી કરોડપતિ ગેમ સાથે તેમની અસલ જિંદગીની કહાની પણ ઘણી પ્રેરણાદાયક છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે બબિતાનું જીવન સંઘર્ષભર્યું છે અને બબિતા પોતાના વિશે જણાવે છે. પોતાના વિશે જણાવતા તે કહે છે કે, હું સ્કૂલમાં ખિચડી બનાવવાનું કામ કરું છું. બાળકોને મારી બનાવેલી ખિચડી પસંદ આવે છે. વીડિયોમાં તેમની જર્નીને પણ બચાવવામાં આવી છે.

એ દરમિયાન અમિતાભ બચ્ચન તેમને પૂછે છે કે, કેટલો પગાર મળે છે તમને? આ સવાલના જવાબમાં બબિતા કહે છે કે, 1500 રૂપિયા. આ સમયમાં 1500 રૂપિયાના પગાર વિશે જાણીને બબિતા હેરાન રહી જાય છે. હવે પ્રસારિત થનારા એપિસોડમાં જોવામાં આવશે કે તેઓ કેટલા રૂપિયા જીતી શકે છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ...

તમને જણાવી દઈએ કે આ પહેલા બિહારના સનોજ રાજે 1 કરોડ રૂપિયા જીત્યા હતા. જ્યારે 7 કરોડના સવાલના જવાબ ન આવડતો હોવાના કારણે તેણે ગેમ ક્વિટ કરી હતી. સાથે જ શોમાં ઘણા એવા શખ્સો આવ્યા છે, જેમણે અસલ જિંદગીમાં ઘણી મહેનત કરી છે.


Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK