બર્થ ડે પર આવો છે સોનાક્ષી સિંહાનો પ્લાન, જાણો શું કરી રહી છે ?

Updated: Jun 02, 2019, 15:45 IST | મુંબઈ

બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા આજે 32 વર્ષની થઈ છે. દર વખતની જેમ આજે પણ સોનાક્ષી સિંહાએ જન્મ દિવસ ઉજવવા ખાસ પ્લાન બનાવ્યો છે. સો

સોનાક્ષી સિંહા (File Photo)
સોનાક્ષી સિંહા (File Photo)

બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા આજે 32 વર્ષની થઈ છે. દર વખતની જેમ આજે પણ સોનાક્ષી સિંહાએ જન્મ દિવસ ઉજવવા ખાસ પ્લાન બનાવ્યો છે. સોનાક્ષીએ કહ્યું,'હું કામમાંથી નાનકડો બ્રેક લઈને ખાસ ફ્રેન્ડઝ સાથે મુંબઈથી બહાર જઈ રહ્યું છે. દર વર્ષે લોકેશન ભલે દર વર્ષે બદલાતું રહે પરંતુ ઈરાદા એ જ રહે છે. આ વર્ષે મને ખાસ સમય નથી મળ્યો, એટલે અમે વીક એન્ડ ફાર્મ હાઉસમાં વીતાવવાનું નક્કી કર્યું છે. મુંબઈથી થોડે દૂર જઈને બસ રિલેક્સ થવું છે. મારે બસ બ્રેક જોઈએ છે.'

ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિંહા હાલ જુદી જુદી ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. મિશન મંગલમાં સોનાક્ષી એસ્ટ્રોફિઝિસિસ્ટનો રોલ કરી રહી છે. આ સાથે જસોનાક્ષી મૃગદીપ લાંબાની એક કોમેડી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ઉપરાંત ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં પણ કામ કરી રહી છે. આ સાથે જ દબંગ થ્રીમાં પણ રજ્જોના પાત્રમાં સોનાક્ષી સિંહા દેખાશે.

મિશન મંગલમાં સોનાક્ષી સિંહા સાથે અક્ષયકુમાર, વિદ્યાબાલન, તાપસી પન્નુ, નિથ્યા મેનન, શર્મન જોષી સહિતના કલાકરાો છે. તો મૃગદીપ લાંબાની ફિલ્મમાં સોનાક્ષી વરુણ શર્મા સાથે દેખાશે. ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા નામની મલ્ટીસ્ટારર ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત, રાણા દગ્ગુબાટી, પરિણીતી ચોપરા અને એમી વિર્ક સાથે દેખાશે. આ ઉપરાંત સલમાન ખાનની દબંગ ફ્રેન્ચાઈઝના ત્રીજા પાર્ટમાં પણ સોનાક્ષી સિંહા કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ હેપી બર્થ ડે સોનાક્ષી મળો બોલીવુડની ધાકડ 'દબંગ' ગર્લને

ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિંહા છેલ્લે માતા પૂનમ સિંહા માટે રોડ શો કરતી દેખાઈ હતી. પૂનમસિંહા લખનઉ લોકસભા બેટક પરથી સમાજ વાદી પાર્ટીના ઉમેદવાર હતા, ત્યારે સોનાક્ષી સિંહાએ ભાઈ કુશ સિંહા સાથે મમ્મી માટે પ્રચાર કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK