Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિંજલ દવેનું નવું ગીત 'મહાકાલ' રિલીઝ, વ્યૂઝ દોઢ લાખને પાર

કિંજલ દવેનું નવું ગીત 'મહાકાલ' રિલીઝ, વ્યૂઝ દોઢ લાખને પાર

10 August, 2019 03:52 PM IST | અમદાવાદ

કિંજલ દવેનું નવું ગીત 'મહાકાલ' રિલીઝ, વ્યૂઝ દોઢ લાખને પાર

કિંજલ દવેનું નવું ગીત 'મહાકાલ' રિલીઝ, વ્યૂઝ દોઢ લાખને પાર


ચાર ચાર બંગડી ફેમ ગુજરાતી સિંગર કિંજલ દવેનું નવું એક ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવમ મહિનો શિવનો મહિનો ગણાય છે. ત્યારે કિંજલ દવેનું આ નવું સિંગલ પણ ભોળાનાથને સમર્પિત છે. કિંજલ દવેના આ નવા ગીતનું નામ મહાકાલ છે. જેમાં ભગવાન શંકરની ભક્તિની વાત કરવામાં આવી છે

અહીં ક્લિક કરીને સાંભળો કિંજલ દવેનું ગીત




કિંજલ દવેના આ નવા સિંગલના શબ્દો લલિત દવે અને જીત વાઘેલાએ લખ્યા છે. તો ગીતને નિકુલ દરજીએ લખ્યું છે. આ ગીતનું મ્યુઝિક મયુર નાદિયાએ આપ્યું છે. જ્યારે કિંજલ દવેના આઉટફીટ હીર બ્યુટિક તરફથી ડિઝાઈન કરાયા છે.

કિંજલ દવેનું સિંગલ 'મહાકાલ' જંગલમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. ગીતમાં બતાવાયેલા લોકેશન સુંદર છે. ઐતિહાસિક જગ્યાઓ વચ્ચે શૂટ થયેલા આ ગીતના લોકેશન પહેલી જ નજરે જોવા ગમી જાય એવા છે. આ ગીતમાં કિંજલ દવે ઉપરાંત અન્ય એક કલાકાર પણ છે. જે ભગવાન શિવની ભૂમિકામાં છે. ભગવાન શિવ ધ્યાનમાં બેઠેલા છે, જ્યારે ગીતમાં શબ્દોમાં શિવની આરાધનાની વાત કરવામાં આવી છે.


ગુજરાત સરકાર તરફથી 'હેલ્લારો'ને 2 કરોડ, 'રેવા'ને 1 કરોડના ઈનામની જાહેરાત

ઉલ્લેખનીય છે કે કિંજલ દવે પોતાના ગીત 'ચાર ચાર બંગડીવાળી'થી ખૂબ જ ફેમસ થયા હતા. જે બાદ તેમના ગીત અમે ગુજરાતી લહેરીલાલા પણ સુપરહિટ થયું હતું. આ બંને ગીતો સાથે નાની ઉંમરમાં જ કિંજલ દવે સ્ટાર બની ચૂક્યા છે. નવરાત્રિમાં પણ તેમના સૂર પર થિરકવા માટે ફેન્સ ઉમટી પડે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2019 03:52 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK