Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેટરિના કૈફ પોતાનો જન્મદિવસે શું કરશે તેનો પ્લાન કર્યો જાહેર

કેટરિના કૈફ પોતાનો જન્મદિવસે શું કરશે તેનો પ્લાન કર્યો જાહેર

16 July, 2019 03:10 PM IST | મુંબઈ ડેસ્ક

કેટરિના કૈફ પોતાનો જન્મદિવસે શું કરશે તેનો પ્લાન કર્યો જાહેર

કેટરિના કૈફ (ફાઇલ ફોટો)

કેટરિના કૈફ (ફાઇલ ફોટો)


બોલીવુડ અભિનેત્રી કેટરિના કેફ આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે. પણ કેટરિના પોતાના જીવનના આ ખાસ અવસરને ખૂબ જ સાદાઈથી સેલિબ્રેટ કરવાની છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તેણે પોતાના જન્મદિવસનો પ્લાન જાહેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે તે જન્મ દિવસની પાર્ટી નહીં કરે પણ ફરવા જશે.

અભિનેત્રીએ જણાવ્યું કે, જન્મ દિવસ જીવનનો મહત્વનો દિવસ હોય છે. તેથી હું તેને ખાસ લોકો વચ્ચે ઉજવવા માગું છું. કામથી થોડે દૂર થોડાંક દિવસનું બ્રેક લઈને રજા પર જઈશ અને એન્જોય કરીશ. અભિનેત્રીએ પોતાના જન્મદિવસના અવસરે પોતાની એક તસવીર પણ શેર કરી છે જેમાં તે બીચના કિનારે જોવા મળે છે. તેણે વાઇટ કલરની ડ્રેસ પહેરી છે. અર્જૂન કપૂર, સોનાક્ષી સિન્હા, શ્વેતા બચ્ચન, ગુરુ રંધાવા, બાદશાહે તેની આ તસવીર પર કોમેન્ટ કરી છે. અને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપી છે.



 
 
 
View this post on Instagram

?+ ?? =?

A post shared by Katrina Kaif (@katrinakaif) onJul 15, 2019 at 11:19pm PDT


જણાવીએ કે કેટરિના આજે બોલીવુડની સારી અભિનેત્રીઓમાંની એક છે. અમિતાભ બચ્ચનની 'બૂમ' ફિલ્મ સાથે ડેબ્યૂ કરનારી કેટરિના આજે બોલીવુડના ત્રણે ખાન સાથે કામ કરી ચૂકી છે. તાજેતરમાં જ તેની ફિલ્મ 'ભારત' બૉક્સ ઑફિસ પર રિલીઝ થઈ હતી જે હિટ પુરવાર થઈ હતી. આ ફિલ્મમાં પણ કેટરિના સલમાન ખાન સાથે લીડ રોલમાં હતી.


 
 
 
View this post on Instagram

20 million insta family ????... thank u for all the love ?

A post shared by Katrina Kaif (@katrinakaif) onApr 5, 2019 at 4:41am PDT

ફિલ્મે લગભગ 200 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. તો હવે તે અક્ષય કુમાર સાથે સૂર્યવંશીમાં જોવા મળશે. કેટરિના કેફ ભલે સારી રીતે હિન્દી નથી બોલી શકતી પણ તેણે હિન્દી, તેલુગૂ, મલયાલમ ભાષામાં પણ કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે.

કેટરિના કેફ વિશેની અજાણી વાતો...

- કેટરીના કૈફનો જન્મ 1983માં હોંગ કોંગમાં થયો હતો. તેનું સાચુ નામ Katrina Turquotte છે.

- કેટરીનાએ સ્કૂલમાં અભ્યાસ નથી કર્યો, તેણે હોમ સ્કૂલિંગ કર્યું છે.

- કેટરીનાના પિતા અને માતા સાથે નથી રહેતા. તેની માતાએ જ તેને મોટી કરી છે. કેટરીનાને 6 બહેન અને 1 ભાઈ છે.

- કેટરીના કૈફની પહેલી ફિલ્મ 'બૂમ' હતી, જે 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ હતા.

 
 
 
View this post on Instagram

#tbt ......somewhere in the world ? ? ??? ? by the incredible diver/ photographer @luminousdeep

A post shared by Katrina Kaif (@katrinakaif) onMar 29, 2019 at 12:29am PDT

- કેટરીના કૈફને 2004માં આવેલી તેલુગુ ફિલ્મ મલ્લીસ્વરી માટે 75 લાખની ફી અપાઈ હતી. તે સમયે સાઉથની ફિલ્મોમાં આ સૌથી વધુ ફી હતી.

- કેટરીના કૈફના પિતા કાશ્મીરી મૂળના હતા અને તેમની માતા બ્રિટનની છે.

- કેટરીના કૈફની પહેલી ફિલ્મ 'બૂમ'ના પ્રોડ્યુસર આયેશા શ્રોફે તેનું નામ Katrina Turquotteથી બદલીને કેટરીના કૈફ કરી નાખ્યું હતું. જેથી ભારતમાં લોકો તેને સ્વીકારી શકે. પહેલા તેનું નામ કેટરીના કાઝી કરવાનું હતું જો કે આખરે કૈફ કરવામાં આવ્યું.

- કેટરીનાએ લંડનમાં પોતાનું મોડેલિંગ શરૂ કર્યું હતું, અને લંડનમાં એક ફેશન વીક દરમિયાન તેમને બોલીવુડમાં તક મળી હતી. એવું માનવામાં આવે છે કે ફિલ્મ મેકર કૈઝાદ ગુસ્તાદે કેટરીનાને આ ફેશન વીકમાં જોયા બાદ બૂમ ઓફર કરી હતી.

- કહેવાય છે કે કેટરીના ધર્મમાં ખૂબ માને છે. તે કોઈ પણ ફિલ્મ રિલીઝ થતા પહેલા સિદ્ધિવિનાયક, મુંબઈની માઉન્ટ મેરી ચર્ચ અને અજમેરની દરગાહ શરીફમાં જાય છે.

- કેટરીના ટ્રસ્ટ અને ડોનેશન આપવામાં પણ આગળ છે. તે ઘણીવાર ડોનેશન માટે ફ્રીમાં કામ કરી ચૂકી છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

- એવું કહેવાય છે કે ઈંગ્લેન્ડમાં કેટરીના કૈફ પાસે ઘણી પ્રોપર્ટી છે, પરંતુ ભારતમાં તે ભાડના ઘરમાં રહે છે.

- તમે ભલે કેટરીના કૈફને ભારતમાં વર્ષોથી જોતા આવ્યા હોય પરંતુ તે ભારતીય નાગરિક નથી અને વીઝાના આધારે ભારતમાં રહીને કામ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 03:10 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK