'કસૌટી ઝિંદગી કી'ના ટ્વિસ્ટથી નારાજ થયા ચાહકો, એકતા કપૂર પર ઉતાર્યો ગુસ્સો

Published: Jul 12, 2019, 19:38 IST | મુંબઈ

કસૌટી ઝિંદગી કીમાં હાલમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. જો કે આ ટ્વિસ્ટ દર્શકોને પસંદ નથી આવ્યો અને તેમણે એકતા કપૂર પર ગુસ્સો ઉતાર્યો છે.

'કસૌટી ઝિંદગી કી'ના ટ્વિસ્ટથી નારાજ થયા ચાહકો
'કસૌટી ઝિંદગી કી'ના ટ્વિસ્ટથી નારાજ થયા ચાહકો

સ્ટાર પ્લસના શો કસૌટી ઝિંદગી કી 2(Kasautii Zindagii Kay 2) સિરીયલના મુખ્ય કિરદાર પ્રેરણાની જિંદગીમાં કાંઈક ને કાંઈક ટ્વિસ્ટ આવતા રહે છે. કેટલાક દિવસો પહેલા જ આ શોમાં મિસ્ટર બજાજ એટલે કે કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover)ની એન્ટ્રીથી કહાનીએ એક નવો વળાંક લઈ લીધો છે. હાલતથી હારીને પ્રેરણા મિસ્ટર બજાજ સાથે લગ્ન કરવા માટે લગ્નના મંડપ સુધી પહોંચી ગઈ છે, જેને જોઈને કેટલાક ચાહકો આ સીરિયલની પ્રોડ્યૂસર એકતા કપૂરથી ખૂબ જ નારાજ છે. ત્યાં સુધી કે કેટલાક લોકોએ એકતાને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે.


લોકોનું માનવું છે કે મેકર્સે આ પ્રકારની કહાની બતાવીને પ્રેરણાના કિરદારને ખરાબ કરી રહ્યો છે. પ્રેરણા એક મજબૂત છોકરીનો કિરદાર નિભાવવાનું ડિઝર્વ કરે છે.


લોકો અનુરાગ અને પ્રેરણા માટે શો જુએ છે પરંતુ પ્રોડ્યૂસરે તેમને જ અલગ કરી દીધા છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું છે કે રીમેકના નામ પર છેતરપિંડી કરીને તે જ જૂની કહાનીને પિરસવામાં આવી રહી છે.

આ પણ જુઓઃ ડેઈઝી શાહઃ પોતાની અદાઓથી ચાહકોને ગાંડા-ઘેલા કરી દે છે આ ગુજરાતી છોરી

અનુરાગ ન રોકી શક્યો લગ્ન
હાલમાં જ પ્રસારિત થયેલા સ્લૉટમાં બતાવવામાં આવ્યું છે કે પ્રેરણા અને મિસ્ટર બજાજ લગ્ન કરવા માટે મંડપમાં બેઠા છે, ત્યારે જ રોનિત જઈને અનુરાગને આ વાતની જાણ કરી છે. સમાચાર સાંભળતા જ અનુરાગ લગ્નને રોકવા માટે નીકળી પડે છે કારણ કે રસ્તામાં તેનું એક્સીડેન્ટ થઈ જાય છે. જ્યા સુધી અનુરાગ મંડપ પહોંચી જાય છે ત્યાં સુધીમાં પ્રેરણા અને મિસ્ટર બજાજ લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. જે બાદ સીરિયલમાં મેલોડ્રામા શરૂ થઈ જાય છે. હવે આ કહાની આગળ શું વળાંક લે છે તે તો આગળના એપિસોડ જોઈને જ ખબર પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK