Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Pati Patni Aur Woh:લેટ નાઈટ શૂટ કરીને કંટાળ્યા કાર્તિક અને અનન્યા પાંડે

Pati Patni Aur Woh:લેટ નાઈટ શૂટ કરીને કંટાળ્યા કાર્તિક અને અનન્યા પાંડે

31 July, 2019 07:15 PM IST | લખનઉ

Pati Patni Aur Woh:લેટ નાઈટ શૂટ કરીને કંટાળ્યા કાર્તિક અને અનન્યા પાંડે

Pati Patni Aur Woh:લેટ નાઈટ શૂટ કરીને કંટાળ્યા કાર્તિક અને અનન્યા પાંડે


1978માં આવેલી ફિલ્મ 'પતિ, પત્ની અને વો'ની રિમેકનું શૂટિંગ હાલ લખનઉમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મ માટે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે આકરી મહેનત કરી રહ્યા છે. હાલ ફિલ્મના લેટ નાઈટ સીનનું શૂટિંગ ચાલી રહ્યું છે. જો કે આ બંને એક્ટર્સ મોડી રાત્રે શૂટિંગ કરી કરીને કંટાળ્યા છે. બંને એક્ટર્સે પોતાની લાગણી દર્શાવી છે કે મોડી રાત્રે શૂટ કરીને તેમને કેવું લાગી રહ્યું છે.

બુધવારે મોડી રાત સુધી ચાલી રહેલા શૂટિંગના ફોટોઝ કાર્તિક આર્યન અને અનન્યા પાંડેએ શૅર કર્યા છે. એક ફોટોમાં રાતના 2 વાગીને 18 મિનિટનો સમય છે, જેમાં સૂમસામ રોડ દેખાઈ રહ્યો છે. તો બીજો એક બૂમરેંગ વીડિયો છે, જેમાં અનન્યા થાકેલી દેખાઈ રહી છે. આ વીડિયોમાં અનન્યાએ લખ્યું છે,'પ્લીઝ કોફી મોકલો'



ananya pandey


આ વીડિયોમાં અનન્યા ગુલાબી રંગના સૂટમાં દેખાય છે, જેમાં તેણે બિંદી લગાવેલી છે. એવી ચર્ચા છે કે અનન્યા પતિ પત્ની ઓર વોમાં આ જ લૂકમાં દેખાઈ શકે છે. તો કાર્તિક આર્યને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બેક ટુ બેક બે સ્ટોરી શૅર કરી છે. એક સ્ટોરીમાં પ્રોડક્શનનો કેમેરે દેખાઈ રહ્યો છે, જ્યારે બીજા ફોટોમાં ખુદ કાર્તિક આર્યન છે, જેમાં તે ઉંઘરેટી આંખોમાં દેખાઈ રહ્યો છે. આ ફોટોમાં કાર્તિકે લખ્યું છે,'સ્લીપી'

આ પણ વાંચોઃ 'રામ તેરી ગંગા મેલી'ની મંદાકિની યાદ છે ? જુઓ અત્યારે કેવી લાગે છે 


તમને જણાવી દઈએ કે પતિ પત્ની ઓર વો એ 1978માં રિલીઝ થઈ હતી, જેને બી. આર. ચોપરાએ બનાવી હતી. હાલ તેની રિમેક ભૂષણ કુમાર બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે લીડ રોલમાં છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 07:15 PM IST | લખનઉ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK