કંગના રણૌતની ફિલ્મ 'ધાકડ'નું શાનદાર પોસ્ટર થયું રિલીઝ, 2020માં રિલીઝ થશે ફિલ્મ

Published: 6th July, 2019 14:07 IST | મુંબઈ

કંગના રણૌતની આગામી ફિલ્મ ધાકડનું પોસ્ટર રિલીઝ થયું છે. જે શાનદાર છે.

કંગના રણૌતની ફિલ્મ 'ધાકડ'નું શાનદાર પોસ્ટર થયું રિલીઝ
કંગના રણૌતની ફિલ્મ 'ધાકડ'નું શાનદાર પોસ્ટર થયું રિલીઝ

બોલીવુડની ક્વીન કંગના રણૌત હાલમાં પોતાની ફિલ્મનોને લઈને સતત ચર્ચાઓમાં છે. હાલમાં જ કંગના રણૌતે પોતાની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'નું  ટ્રેલર રિલીઝ કર્યું છે. હવે તેની વધુ એક ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. ફિલ્મનું નામ ધાકડ છે.


કંગનાની ફિલ્મ ધાકડનું પહેલું પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરને જાહેર કરીને ફિલ્મ કરીને તેની વધુ જાણકારી આપવામાં આવી છે. કંગના રણૌતની આ ફિલ્મ એક્શન એન્ટરટેનર હશે. ફિલ્મનું શૂટિંગ ઈન્ટરનેશનલ લોકેશન્સ પર આવતા વર્ષના શરૂઆતમાં શરૂ થશે. ખા કરીને હોલીવુડના એક્શન ડાયરેક્ટર કેટલાક સીકવન્સીસને કોરિયોગ્રાફ કરશે. આ ફિલ્મને રજનીશ ઘઈ ડાયરેક્ટર કરે છે જે 2020 દીવાળી પર રિલીઝ થશે.

કંગનાની ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા 26 જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કંગનાની સાથે રાજકુમાર રાવ નજર આવશે.  હવે કંગનાની વધુ એક ફિલ્મને લઈને જાહેરાત થઈ છે. જો પોસ્ટરને ધ્યાનથી જોશો તો તેમના આગની જ્વાળાની વચ્ચે બંદૂક પકડેલી કંગના જોવા મળી રહી છે. આ લૂક તેની ફિલ્મ રિવૉલ્વર રાનીની યાદ અપાવે છે.

આ પણ જુઓઃ ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન તમામ લૂકમાં ગોર્જિયસ લાગે છે સારા અલી ખાન, જુઓ ફોટોસ

તમને જણાવી દઈએ કે કંગનાની છેલ્લી ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસી હતી. આ ફિલ્મ સુપરહિટ હતી અને ફિલ્મમાં કંગનાના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK