શ્રીદેવીને કાજોલે આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, ગણાવ્યા પહેલા ફીમેલ સુપરસ્ટાર....

Published: Sep 27, 2019, 16:49 IST | મુંબઈ

શ્રીદેવીની યાદો આજે પણ એટલી જ તાજી છે. આ યાદો સાથે હવે કાજોલનું નામ પણ જોડાયું છે. કાજોલે શ્રીદેવી પર લખવામાં આવેલી આ બુકની ભૂમિકા લખી છે.

કાજોલની શ્રીદેવીને શ્રદ્ધાંજલિ
કાજોલની શ્રીદેવીને શ્રદ્ધાંજલિ

બોલીવુડની હવાહવાઈ ગર્લ શ્રીદેવીની વિદાયને અનેક મહિનાઓ વીતી ગયા છે, પરંતુ તેમની યાદો આજે પણ એટલી જ તાજી છે. આ યાદો સાથે હવે કાજોલનું નામ પણ જોડાયું છે. કાજોલે શ્રીદેવી પર લખવામાં આવેલી આ બુકની ભૂમિકા લખી છે.

જાણકારી ટ્વિટર પર આપતા કાજોલે લખ્યું કે, દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી પર લખવામાં આવેલી બુકની ભૂમિકા લખીને હું સન્માનિત અનુભવ કરી રહી છુ. ભારતની રહેલી મહિલા સુપરસ્ટારને શ્રદ્ધાંજલિ આપવા માટેની આ મારી રીત છે. આ સાથે કાજોલે શ્રીદેવીના પતિ બોની કપૂર અને લેખક સત્યાર્થ નાયકને વધામણી આપી છે.


બુકનું નામ શ્રીદેવી- ધ એટરનલ સ્ક્રીન ગોડેસ છે. શ્રીદેવીએ 80ના દશકમાં બોલીવુડ પર રાજ કર્યું હતું. તેમણે અનેક હિટ અને સુપરહિટ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી. ચાંદની, ચાલબાઝ, મિસ્ટર ઈન્ડિયા જેવી કોમર્શિયલ ફિલ્મોમાં કામ કર્યું તો સદમા અને લમ્હે જેવી આર્ટ ફિલ્મો પણ કરી.

શ્રીદેવી પોતાના સમયની નંબર સ્ટાર હતી અને તમામ મોટા કલાકારો સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી છે. ગયા વર્ષ ફેબ્રુઆરીમાં દુબઈમાં તેમનું મોત થઈ ગયું હતું. તેમના નિધનથી બોલીવુડમાં શોક છવાઈ ગયો હતો. શ્રીદેવીની છેલ્લી હિન્દી ફિલ્મ મૉમ હતી. જેમાં તેમણે દીકરીની માતાનો કિરદાર નિભાવ્યો હતો. તે શ્રીદેવીની આ 300મી ફિલ્મ હતી. શાહરૂખ ખાનની ઝીરોમાં પણ શ્રીદેવી નજર આવી આવ્યા હતા.

આ પણ જુઓઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

ત્યાં જ, કાજોલની વાત કરીએ તો તે છેલ્લે હેલીકોપ્ટર ઈલામાં પડદા પર નજર આવી હતી. હવે તે અજય દેવગણની સાથે તાનાજીમાં જોવા મળશે, જેનું નિર્માણ અજય જ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK