Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Kabhi Eid Kabhi Diwali: સલમાનનું મોટું નિવેદન, ઇદ 2021માં આવશે આ ફિલ્મ

Kabhi Eid Kabhi Diwali: સલમાનનું મોટું નિવેદન, ઇદ 2021માં આવશે આ ફિલ્મ

10 January, 2020 03:45 PM IST | Mumbai Desk

Kabhi Eid Kabhi Diwali: સલમાનનું મોટું નિવેદન, ઇદ 2021માં આવશે આ ફિલ્મ

Kabhi Eid Kabhi Diwali: સલમાનનું મોટું નિવેદન, ઇદ 2021માં આવશે આ ફિલ્મ


દબંગ 3 પછી 2020ની શરૂઆતમાં સલમાન ખાને પોતાના ચાહકો માટે એક મોટી જાહેરાત કરી છે. સલમાને 2021ની ઇદ પર પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે અને તેનું ટાઇટલ જાણીને દબંગ ખાનના ચાહકો ઇદની સાથે દિવાળી પણ ઉજવશે, કારણકે ટાઇટલ છે 'કભી ઇદ કભી દિવાળી'.

'કભી ઇદ કભી દિવાળી'નું નિર્દેશન ફરહાદ સામજી નિર્દેશિત કરી રહ્યો છે, જ્યારે નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. ફરહાદે 2019માં આવેલી અક્ષય કુમારની 'હાઉસફુલ 4'નું નિર્દેશન પણ કર્યું છે, જેણે 200 કરોડથી વધારે નેટ કલેક્શન કર્યું. ફરહાદ પહેલી વાર સલમાન ખાનને નિર્દેશિત કરશે. ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટની માહિતી હજી આપવામાં આવી નથી. સલમાન ખાને પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આની જાહેરાત કરી છે. આ ફિલ્મની સ્ટોરી પણ સાજિદ નડિયાદવાલાની જ છે.



સાજિદ નડિયાદવાલા સાથે સલમાને આ પહેલા કિકમાં કામ કર્યું હતું, જેની સીક્વલ કિક 2 આવવાની ઘણાં વખતથી ચર્ચા થઈ રહી છે. જ્યારે 2020ની ઇદ પર સલમાન ખાનની ફિલ્મની જાહેરાત થઈ ન હતી, ત્યારે ચર્ચા એ હતી કે કિક 2 રિલીઝ થઈ શકે છે. પણ તેના પછી સલમાને રાધેની જાહેરાત કરીને આ વર્ષે ઇદ પર આવવાની ખરાઇ કરી દીધી છે.



રાધેનું નિર્દેશનની પ્રભુદેવા કરી રહ્યો છે. રાધે એક્શન ફિલ્મ છે, જેમાં સલમાન પોતાના વૉન્ટેડવાળા અંદાજમાં દેખાશે. ઇદ સાથે સલમાન ખાનનો જૂનો નાતો છે. તેની ફિલ્મો ઇદ પર આવતી રહે છે. 2019માં ઇદ પર ભારત આવી, જેણે અલી અબ્બાસ ઝફરે નિર્દેશિત કરી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 200 કરોડથી વધારે કલેક્શન કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ આવતી હતી કે સલમાન, નિર્દેશક કબીર ખાન સાથે પણ ફિલ્મ પ્લાન કરી રહ્યો છે.

20 ડિસેમ્બરના દબંગ 3 રિલીઝ થઈ હતી. દબંગ 3નું નિર્દેશન પણ પ્રભુદેવાએ જ કર્યું હતું. દબંગ 3 આશાઓ પ્રમાણે કલેક્શન કરી શકી નથી. આ ફિલ્મ અત્યાર સુદી 148 કરોડની આસપાસ જ એકઠી કરી શકી છે.

આ પણ વાંચો : Happy Birthday Kalki Koechlin : જાણો અભિનેત્રીની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

સલમાન હાલ રાધેને પૂરી કરવામાં વ્યસ્ત છે. અને બિગ બૉસ 13 હોસ્ટ કરી રહ્યો છે. ફેબ્રુઆરીમાં બિગ બૉસ પૂરું થયા પછી સલમાન ખાન કભી ઇદ કભી દિવાલીની પણ તૈયારીઓમાં લાગી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2020 03:45 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK