Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોણ છે અનુષ્કા શર્મા જેવી દેખાતી જૂલિયા માઇકલ, જાણો તેના વિશે વધુ

કોણ છે અનુષ્કા શર્મા જેવી દેખાતી જૂલિયા માઇકલ, જાણો તેના વિશે વધુ

04 February, 2021 02:59 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

કોણ છે અનુષ્કા શર્મા જેવી દેખાતી જૂલિયા માઇકલ, જાણો તેના વિશે વધુ

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


11 જાન્યઆરી 2021ના રોજ ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ દીકરી વામિકાને જન્મ આપ્યો. પહેલી ફેબ્રુઆરીના રોજ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક તસવીર શૅર કરી હતી જેમાં તેણે દીકરીનું નામ વામિકા પાડ્યું છે તે પણ શૅર કર્યું સાથે દીકરી વામિકાની પહેલી ઝલક પણ બતાવી. વામિકાના નામની જાહેરાત સાતે જ ચાહકોએ તેમને વધામણી આપવાનું પણ શરૂ કરી દીધું. પણ આ દમિયાન અનુષ્કાની પોસ્ટ પર કોમેન્ટ કરીને જૂલિયા માઇકલ પણ ચર્ચામાં આવી ગઈ છે. તો હવે જાણીએ કોણ છે જુલિયા માઇકલ?

 
 
 
View this post on Instagram

A post shared by Julia Michaels (@juliamichaels)




હકીકતે જૂલિયા માઇકલે વામિકા સાથે જોડાયેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું હતું કે, "વધામણી". જૂલિયાની કોમેન્ટને અત્યાર સુધીમાં લગભગ 4 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે, તો ચાહકો તેની કોમેન્ટ પર પણ કોમેન્ટ કરી રહ્યા છે. જણાવવાનું કે જૂલિયા એક અમેરિકન સિંગર હોવાની સાથે સાથે જ બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની ડુપ્લિકેટ પણ દેખાય છે. આ પહેલા પણ જ્યારે અનુષ્કાએ પ્રેગ્નેન્સીના સમાચાર ચાહકો સાથે શૅર કરી હતી, ત્યારે પણ જૂલિયાએ અનુષ્કાને વધામણી આપી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Julia Michaels (@juliamichaels)


જણાવવાનું કે, જૂલિયા માઇકલ વર્ષ 2019માં ચર્ચામાં છવાઇ હતતી, જ્યારે તેમે અનુષ્કા સાથે પોતાની તસવીર શૅર કરી હતી. જૂલિયાની સોશિયલ મીડિયા પોસ્ટ પર અનુષ્કા શર્માએ પણ રિએક્ટ કર્યું હતું અને ચોંકી ગઈ હતી. આમ તો જૂલિયા માઇકલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હોય છે. ઘણીવાર તે પોતાના વીડિયોઝ અને ફોટોઝ ચાહકો સાથે શૅર કરતી રહે છે.

નોંધનીય છે કે જૂલિયાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગભગ 2 મિલિયન જેટલા ફૉલોવર્સ છે. તો જૂલિયા પોતે 844 લોકોને ફૉલો કરે છે. આની સાથે જૂલિયાએ અત્યાર સુધી લગભહ 733 ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે. જૂલિયા ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહે છે. જો તમે જૂલિયાનું ઇન્સ્ટાગ્રામ જોશો તો અનેક તસવીરો એવી છે જેમાં તેને જૂલિયાને બદલે તમે અનુષ્કા જ સમજશો.

 
 
 
View this post on Instagram

A post shared by Julia Michaels (@juliamichaels)

આમ તો અનુષ્કા શર્માના ફિલ્મી કરિઅરની શરૂઆત શાહરુખ ખાન સાથેની ફિલ્મ 'રબ ને બના દી જોડી'માં ડેબ્યૂ દ્વારા થઈ. અનુષ્કાએ પોતાના ફિલ્મી કરિઅરમાં અનેક પ્રકારના જુદાં જુદાં પાત્રો કર્યા અને દર્શકોમાં લોકપ્રિયતા મેળવી. જોકે, ઘણાં સમયથી અભિનેત્રી ફિલ્મી પડદાથી દૂર છે, પણ છેલ્લા કેટલાક સમયથી તે પ્રૉડ્યૂસર તરીકે એક્ટિવ છે. છેલ્લે અનુષ્કા શર્મા ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2021 02:59 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK