આ બનશે વિદ્યા બાલનનો ઑનસ્ક્રીન પતિ, સામે આવી 'શકુંતલા દેવી'ની કાસ્ટ

Published: Nov 11, 2019, 18:56 IST | Mumbai Desk

'શકુંતલા દેવી હ્યુમન કોમ્પ્યુટર'નો ઙાગ બની અને તેમના પતિ પરિતોષ બેનર્જીનું પાત્ર ભજવવાને લઈને હું એક્સાઇટેડ છું.

બાંગ્લા ફિલ્મ જગતના લોકપ્રિય અભિનેતા જીશુ સેનગુપ્તા ફિલ્મ 'શકુંતલા દેવી હ્યુમન કોમ્પ્યુટર'માં અભિનેત્રી વિદ્યા બાલનના પતિનું પાત્ર ભજવશે. આ વિશે જીશુએ કહ્યું, "'શકુંતલા દેવી હ્યુમન કોમ્પ્યુટર'નો ઙાગ બની અને તેમના પતિ પરિતોષ બેનર્જીનું પાત્ર ભજવવાને લઈને હું એક્સાઇટેડ છું. અમે ફિલ્મનું શુટિંગ શરૂ કરી દીધી છે અને મેં કેટલાક ખૂબ જ સરસ દ્રશ્યોનું શૂટિંગ પૂરી કરી લીધી છે."

'શકુંતલા દેવી હ્યુમન કોમ્પ્યુટર'માં બન્ને કલાકાર બીજી વાર સાથે દેખાશે.

 
 
 
View this post on Instagram

#shakuntaladevi #readings @balanvidya #anumenon

A post shared by Jisshu U Sengupta (@senguptajisshu) onOct 19, 2019 at 8:54am PDT

અભિનેતાએ કહ્યું, "વિદ્યા સાથે કામ કરવું હંમેશાં મજેદાર હોય છે. સેટ પર જ્યારે તે આસપાસ રહે છે, તે કોઇ પણ ક્ષણ કંટાળાજનક નથી હોતી. અમે હંમેશાં હસતા અને મજાક કરતાં હોઈએ છીએ. અનુ મેનન (નિર્દેશક) સાથે કામ કરવું ખૂબ જ સારું રહ્યું. તે ખૂબ જ શાનદાર છે. અને તેમને ખબર હોય છે કે તેમને શું જોઈએ છે."

આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

'શકુંતલા દેવી'ને 'માનવ કોમ્પ્યુટર' તરીકે જાણવામાં આવતાં હતા, તેમના જીવન પર આધારિત ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં થઈ રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK