Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > હિટ ઍન્ડ રન ઍન્ડ જિમી શેરગિલ

હિટ ઍન્ડ રન ઍન્ડ જિમી શેરગિલ

22 January, 2020 06:30 PM IST | મુંબઈ

હિટ ઍન્ડ રન ઍન્ડ જિમી શેરગિલ

જિમી શેરગિલ

જિમી શેરગિલ


વેબ-સિરીઝ પ્રોડક્શનમાં મોખરાનું નામ ધરાવતી અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની વેબ-સિરીઝથી હવે જિમી શેરગિલ ડિજિટલ વર્લ્ડમાં એન્ટર થવાનો છે. અપ્લોઝની આ વેબ-સિરીઝ હિટ ઍન્ડ રન વિષય પર આધારિત છે. મૂળ એ એક ઇઝરાયલ વેબ-સિરીઝ ‘ક્વોડો’ પર આધારિત છે. એક જજનો દીકરો હિટ ઍન્ડ રનના કેસમાં ફસાય છે. હવે દીકરાને બચાવવાની આખી કવાયત જજ શરૂ કરે છે અને એ કવાયતમાં તે પોતે પણ અંદર ઊતરતો જાય છે. જજ બિશન ખોસલાનું આ કૅરૅક્ટર જિમી શેરગિલ કરશે, જ્યારે જજના દીકરાનું કૅરૅક્ટર ટીવી-ઍક્ટર પુલકિત મકોલ કરશે.

આ પણ વાંચો : ત્રણ વર્ષ પછી પડદા પર કમબૅક કરશે શ્વેતા તિવારી, બિહાઇંડ સીન્સનો વીડિયો વાયરલ



આ વેબ-સિરીઝમાં જિમ્મી અને પુલકિત ઉપરાંત વરુણ બદોલા, મીતા વશિષ્ઠ, યશપાલ શર્મા જેવા સ્ટેજ અને ટીવીના સ્ટાર્સ છે. ઇઝરાયલ શોનું અડૉપ્શન એવી આ વેબ-સિરીઝનું ટેન્ટેટિવ ટાઇટલ ‘યૉર ઓનર’ રાખવામાં આવ્યું છે. જિમી શેરગિલે કહ્યું હતું કે ‘આ વેબ-સિરીઝ આંખો ખોલવાનું કામ કરે એવી છે. જેની હજી લાઇફ શરૂ નથી થઈ એવું બચ્ચું કેવી રીતે બીજાની લાઇફ પર ફુલસ્ટૉપ લગાવી શકે છે એ વાત વેબ -સિરીઝમાં કરવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 06:30 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK