જિતેન્દ્રએ પોતાના ૭૭મા બર્થ-ડે પર વાઇફ શોભા કપૂર સાથે કર્યો ડાન્સ

Apr 08, 2019, 10:07 IST

જિતેન્દ્રએ ગઈ કાલે પોતાનો ૭૭મો બર્થ-ડે સેલિબ્રેટ કરતાં વાઇફ શોભા કપૂર સાથે જૂના ગીત ‘જવાની જાનેમન’ પર ડાન્સ કર્યો હતો.

જિતેન્દ્રએ પોતાના ૭૭મા બર્થ-ડે પર વાઇફ શોભા કપૂર સાથે કર્યો ડાન્સ
જિતેન્દ્રે વાઇફ શોભા કપૂર સાથે કર્યો ડાન્સ

જિતેન્દ્રએ ગઈ કાલે પોતાનો ૭૭મો બર્થ-ડે સેલિબ્રેટ કરતાં વાઇફ શોભા કપૂર સાથે જૂના ગીત ‘જવાની જાનેમન’ પર ડાન્સ કર્યો હતો. આ બર્થ-ડે પાર્ટીમાં ફૅમિલી-ફ્રેન્ડ્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પાર્ટીને એકતા કપૂરે આયોજિત કરી હતી. જિતેન્દ્ર અને શોભાની જોડી ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. જિતેન્દ્રએ બ્લૅક શર્ટ અને પૅન્ટ પહેર્યાં હતાં. શોભા કપૂરે લાઇટ પર્પલ કલરનો પોશાક પહેર્યો હતો.

આ પણ વાંચો : VIDEO: તૈમુરે પાપારાઝીને કર્યું 'હાઈ', પપ્પા સૈફ સાથે ક્યુટ મોમેન્ટ બનાવી

જિતેન્દ્રનો જન્મ ૧૯૪૨ની ૭ એપ્રિલે થયો હતો. આ ડાન્સનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એકતા કપૂરે કૅપ્શન આપી હતી કે ‘જય માતા દી. પેરન્ટ્સ ધરતી પર ભગવાનનું રૂપ છે. પ્રાર્થના કરું છું કે તમને મારી પણ ઉંમર મળી જાય. હૅપી બર્થ-ડે પાપા.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK