Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ બર્નિંગ ટ્રેનની રીમેક લઈને આવશે જૅકી ભગનાણી અને જુનો ચોપડા

ધ બર્નિંગ ટ્રેનની રીમેક લઈને આવશે જૅકી ભગનાણી અને જુનો ચોપડા

12 March, 2020 03:16 PM IST | Mumbai Desk

ધ બર્નિંગ ટ્રેનની રીમેક લઈને આવશે જૅકી ભગનાણી અને જુનો ચોપડા

જૅકી ભગનાણી અને જુનો ચોપડા

જૅકી ભગનાણી અને જુનો ચોપડા


જૅકી ભગનાણી અને જુનો ચોપડા સાથે મળીને ‘ધ બર્નિંગ ટ્રેન’ની રીમેક બનાવવાના છે. ૧૯૮૦માં આવેલી આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું હતું કે સુપરફાસ્ટ ટ્રેનમાં બૉમ્બ-બ્લાસ્ટ થવાથી આગ લાગે છે. આ ટ્રેન દિલ્હીથી મુંબઈ આવી રહી હોય છે. આ ફિલ્મમાં વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, હેમા માલિની, નીતુ સિંહ અને પરવીન બાબી જોવા મળ્યાં હતાં. ધર્મેન્દ્ર ટ્રેનમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ કરે છે. રીમેકમાં કયા કલાકારો હશે એ વિશે જાણવા નથી મળ્યું. આ ફિલ્મની રીમેકની જાહેરાત કરતાં અને જુનો ચોપડા સાથે ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને જૅકી ભગનાણીએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા ડિયર ફ્રેન્ડ જુનો ચોપડા સાથે મળીને ‘ધ બર્નિંગ ટ્રેન’ની રીમેક બનાવવાની જાહેરાત કરતાં ખૂબ ખુશી થઈ રહી છે. એ ફિલ્મને રવિ ચોપડા સરે બનાવી હતી. આશા રાખું છું કે વર્ષો પહેલાં છવાયેલા એ જાદુને આ રીમેક દ્વારા અમે ન્યાય આપી શકીએ.’


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2020 03:16 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK