શું રણબીર અને આલિયાની સગાઈ થવાની છે, જયપુરમાં સેલેબ્સનો જમાવડો

Published: 30th December, 2020 10:50 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

29 ડિસેમ્બરે મુંબઈ એરપોર્ટ પર આ બધા સેલેબ્સ અલગ-અલગ સમય પર સ્પૉટ થતા જોવા મળ્યા હતા. અચાનક બધા લોકોનું જયપુર ભેગા થવું આ કોઈ સંયોગ નથી.

રણબીર, આલિયા, નીતૂ કપૂર અને રિદ્ધિમા તસવીર સૌજન્ય - મિડ-ડે
રણબીર, આલિયા, નીતૂ કપૂર અને રિદ્ધિમા તસવીર સૌજન્ય - મિડ-ડે

બૉલીવુડ એક્ટર રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા પાદુકોણ સાથે ન્યૂ-યર પહેલા રાજસ્થાનના પ્રવાસે છે. રણવીર અને દીપિકા હાલ જયપુરમાં વેકેશન એન્જૉય કરી રહ્યા છે. એ સિવાય રણબીર કપૂર પણ પોતાની માતા નીતૂ કપૂર ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ અને બહેન રિદ્ધિમાં કપૂર સાથે જયપુરના પ્રવાસે છે. એટલું જ નહીં રણબીર અને આલિયાનો ખાસ મિત્ર અયાન મુખર્જી પણ હાલ જયપુરમાં છે.

ranbir-ranveer

29 ડિસેમ્બરે મુંબઈ એરપોર્ટ પર આ બધા સેલેબ્સ અલગ-અલગ સમય પર સ્પૉટ થતા જોવા મળ્યા હતા. અચાનક બધા લોકોનું જયપુર ભેગા થવું આ કોઈ સંયોગ નથી. સમાચારો અનુસાર રણબીરનો પરિવાર અહીં કોઈ ખાસ કારણોસર પહોંચ્યો છે. એવા પણ અહેવાલ છે કે સેલેબ્સનું અચાનક જયપુર આગમથ થવું આ કદાચ રણબીર અને આલિયાના લગ્ન અથવા સગાઈમાં હોઈ શકે છે. હવે કારણ શું છે, તે પછીથી આપણને ખબર પડી જ જશે, પરંતુ એની પહેલા એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

આ ફોટોમાં દીપિકા પાદુકોણનો એકસ-બૉયફ્રેન્ડ રણબીર કપૂર અને એક્ટ્રેસનો પતિ રણવીર સિંહ નજર આવી રહ્યા છે. આ બન્ને સાથે નીતૂ કપૂર પણ નજર આવી રહ્યા છે. નીતૂ કપૂરે આ ફોટો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શૅર કર્યો છે. બાદ આ તસવીર સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થઈ રહી છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, અયાનની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં રણબીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં પોતાના મેરેજ પ્લાન પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ આલિયા ભટ્ટ સાથે આ વર્ષે કોવિડ-19ના કારણે લગ્ન નહીં કરી શકે. નહીં તો અત્યાર સુધીમાં તેમના અને આલિયા ભટ્ટના લગ્ન થઈ ગયા હોત. આ નિવેદન બાદ રણબીર કપૂરનો આખા પરિવાર સાથે જયપુરની મુલાકાત લોકોના મન ઘણા સવાલો ઉભા કરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK