શું પ્રેગ્નન્ટ છે દીપિકા, પ્રિયંકા ચોપડાના આ ગ્રુપ ફોટોમાં દેખાયું બેબી બમ્પ

Updated: May 07, 2019, 17:46 IST | ન્યૂ યોર્ક

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની પ્રેગ્નેન્સીને લઈને ઘણી વાર ચર્ચા થઈ ચૂકી છે. દીપિકાની એક તસવીર સામે આવી છે એમા એનું થોડુ પેટ નજર આવી રહ્યું છે.

શું દીપિકા પ્રેગ્નન્ટ છે
શું દીપિકા પ્રેગ્નન્ટ છે

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની પ્રેગ્નેન્સીને લઈને ઘણી વાર ચર્ચા થઈ ચૂકી છે. જોકે દીપિકા પાદુકોણે ફૅન્સને જવાબ આપ્યો હતો કે જ્યારે સાચો સમય આવશે ત્યારે તે માતા બનશે. પરંતુ આ પ્રકારના સવાલ દરેક સમયે કોઈ મહિલાથી કરવો અને એના પર દબાણ નાખવું યોગ્ય નથી.

પરંતુ હવે એમની જે તસવીર સામે આવી છે એમા એનું થોડુ પેટ નજર આવી રહ્યું છે અને લોકોએ ફરીથી સવાલ કરવાનું શરૂ કરી દીધું છે કે શું દીપિકા પ્રેગ્નન્ટ છે.

આ પણ વાંચો : Met Gala 2019: આવા સુંદર અંદાજમાં નજર આવી ઈશા અંબાણી

ખરેખર, પ્રિયંકા અને દીપિકા હાલ મેટ ગાલા 2019માં હાજરી આપવા ન્યૂ યોર્ક પહોંચી છે. તે દરમિયાન બન્ને એક્ટ્રેઝે એક ગ્રુપ ફોટો ક્લિક કરાવ્યો હતો જેમા દીપિકા પાદુકોણ, પ્રિયંકાના પતિ નિક જોનસના બાજુમાં ઉભી છે. પરંતુ એની ઉભા રહેવાની સ્ટાઈલ અને કૅમેરાનું એન્ગલ કઈ આવી રીતે છે કે ફોટોમાં દીપિકા પાદુકોણનું પેટ સ્પષ્ટ નજર આવી રહ્યું છે. જેને લઈને લોકો એના પ્રેગ્નન્ટ હોવાના પ્રશ્નો કરી રહ્યા છે. જોકે દીપિકા પાદુકોણ સાચે પ્રેગ્નન્ટ છે કે આ ફક્ત એન્ગલની ભૂલ છે તે પછી જાણવા મળશે.

મેટ ગાલા 2019માં કઈક આવી રીતે નજર આવી દીપિકા

મેટ ગાલામાં દીપિકા પાદુકોણના પ્રિન્સેસ લુકની ઘણી ચર્ચા થઈ રહી છે. દીપિકા રેડ કાર્પેટ પર કસ્ટમ મેડ પિન્ક ગાઉનમાં નજર આવી છે. સ્ટાઈલિશ ગાઉન અને હાઈ હેયરડોની સાથે દીપિકાએ લાઉડ મેકઅપ કેરી કર્યો છે. દીપિકાનો આ ડિઝાઈનર લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બતાવી દઈએ કે ન્યૂ યોર્કમાં આયોજિત મેટ ગાલા 2019ની થીમ Camps: Notes on fashion રાખવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK