અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર સુશાંતને માર્યો ટોણો?

Published: Jun 15, 2016, 03:42 IST

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનું બ્રેકઅપ થઈ ગયું છે, પરંતુ તેઓ બન્ને એ વિશે બોલવાનું ટાળી રહ્યાં છે.

ગઈ કાલે અંકિતાએ ફોટો-શૅરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો. એ મેસેજમાં લખ્યું હતું કે ‘કોઈ પણ મહિલા પુરુષના પૈસા ઉડાડી શકે છે, તેની કારમાં બેસીને ફરી શકે છે અને મેનુમાંથી ઑર્ડર પણ આપી શકે છે, પરંતુ એક રિયલ મહિલા જ પુરુષને તેના જીવનના ગોલ તરફ ધક્કો મારી શકે છે. તે જ્યારે દુખી હોય ત્યારે તેને સપોર્ટ કરે છે, સફળ થવા માટે સતત ધક્કો મારતી રહે છે; હંમેશાં પૉઝિટિવ એનર્જી આપતી રહે છે; સતત કૉમ્પ્લિમેન્ટ આપતી રહે અને જ્યારે તે દુખી હોય ત્યારે કોઈ દિવસ તેનો સાથ નથી છોડતી. તમને જ્યારે આવી મહિલા મળે ત્યારે તેને તમારી લાઇફ-પાટર્નર બનાવી લેજો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK