Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રાન્સની ઇન્ટરનૅશનલ સ્પેસ યુનિવર્સિટીએ સુશાંતને આપી શ્રદ્ધાંજલિ

ફ્રાન્સની ઇન્ટરનૅશનલ સ્પેસ યુનિવર્સિટીએ સુશાંતને આપી શ્રદ્ધાંજલિ

18 June, 2020 11:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્રાન્સની ઇન્ટરનૅશનલ સ્પેસ યુનિવર્સિટીએ સુશાંતને આપી શ્રદ્ધાંજલિ

ફ્રાન્સની ઇન્ટરનૅશનલ સ્પેસ યુનિવર્સિટીએ સુશાંતને આપી શ્રદ્ધાંજલિ


સુશાંત સિંહના આકસ્મિક નિધન બાદ હવે ફ્રાન્સની ધ ઇન્ટરનૅશનલ સ્પેસ યુનિવર્સિટીએ તેને શ્રદ્ધાંજલિ આપી છે. સુશાંતનું સુસાઇડ લોકો માટે એક મોટા આંચકા સમાન છે. સુશાંતે એન્જિનિયરિંગનો સ્ટડી કર્યો હતો. સુશાંતને સ્પેસમાં ખૂબ ઇન્ટરેસ્ટ હતો. તે સોશ્યલ મીડિયામાં ધ ઇન્ટરનૅશનલ સ્પેસ યુનિવર્સિટીને ફૉલો કરતો હતો. તેના અવસાન બાદ તેને યાદ કરતાં તેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને ધ ઇન્ટરનૅશનલ સ્પેસ યુનિવર્સિટીએ ટ્વીટ કર્યું હતું કે ‘ભારતીય ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના અકાળ નિધનથી ખૂબ આઘાત લાગ્યો છે. મિસ્ટર સિંહ રાજપૂત STEM (સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ, મેથૅમેટિક્સ)નો સમર્થક હતો. સોશ્યલ મીડિયામાં તે ધ ઇન્ટરનૅશનલ સ્પેસ યુનિવર્સિટીને ફૉલો કરતો હતો. તેણે અમારી યુનિવર્સિટીના કૅમ્પ્સમાં હાજરી આપવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું હતું. જોકે અન્ય પ્રાયોરિટીને કારણે તે નહોતો આવી શક્યો. અમારી પ્રાર્થના સુશાંત સિંહ રાજપૂત, તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે છે. ઇન્ડિયા અને દુનિયાભરના ફૉલોઅર્સ વચ્ચે તેની મેમરીમાં તે જીવિત રહેશે.’




Whatsapp-channel Whatsapp-channel

18 June, 2020 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK