Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચંડીગઢમાં પહેલી વાર શૂટિંગ કરી રહ્યો છું અને બહુ જ ખુશ છુંઃ આયુષ્માન

ચંડીગઢમાં પહેલી વાર શૂટિંગ કરી રહ્યો છું અને બહુ જ ખુશ છુંઃ આયુષ્માન

22 October, 2020 10:20 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ચંડીગઢમાં પહેલી વાર શૂટિંગ કરી રહ્યો છું અને બહુ જ ખુશ છુંઃ આયુષ્માન

ચંડીગઢમાં પહેલી વાર શૂટિંગ કરી રહ્યો છું અને બહુ જ ખુશ છુંઃ આયુષ્માન


આયુષ્માન ખુરાનાએ તેની આગામી ફિલ્મનું શૂટિંગ ચંડીગઢમાં શરૂ કર્યું છે. તે પહેલી વાર તેના હોમટાઉનમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તે આટલાં વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે, પરંતુ તેને ત્યાં ફિલ્મનું શૂટિંગ કરવાનો ચાન્સ નહોતો મળ્યો. અભિષેક કપૂરની આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર પણ છે અને આ ફિલ્મનું નામ ‘ચંડીગઢ કરે આશિકી’ રાખવામાં આવ્યું છે. આ શૂટિંગ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે કે હું પહેલી વાર ચંડીગઢમાં શૂટિંગ કરી રહ્યો છું. આ પ્રોસેસ ખૂબ જ સ્પેશ્યલ રહેવાની છે અને હું દરેક સેકન્ડમાં મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ. મારા સપનાને પૂરા કરવા માટે ચંડીગઢે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મેં જ્યારે મારી સ્કૂલના દિવસથી થિયેટરની શરૂઆત કરી હતી ત્યારથી આ શહેર અને એમાં રહેનારા લોકોએ મને ખૂબ જ પ્રેમ અને કૉન્ફિડન્સ આપ્યો છે. મારી અંદર ઍક્ટિંગનાં બીજ અહીં રોપાયાં હતાં અને હું અહીં શૂટિંગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું જ્યારે ઍક્ટર બન્યો ત્યારે પણ આ શહેરે મારા પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો. મારા હોમટાઉન અને મને સપોર્ટ કરનાર દરેક વ્યક્તિનો હું ઋણી છું. દર્શકો અને તેમના પ્રેમ વગર ઍક્ટર્સ કંઈ નથી અને હું ખૂબ જ કૉન્ફિડન્સથી કહું છું કે ચંડીગઢના લોકોએ મને હંમેશાં સપોર્ટ કર્યો છે. આ શહેરના લોકો મારી પડખે હંમેશાં ઊભા રહ્યા છે. તેમણે મારામાં ખૂબ જ ઉત્સાહ ભર્યો છે અને હું તેમને જેટલું થૅન્ક યુ કહું એટલું ઓછું છે. ચંડીગઢમાં શૂટિંગ કરવા મારા માટે ફરી-ફરીને ત્યાં જ આવવા જેવું છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 10:20 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK