Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આર્મી ઑફ ડેડના શૂટિંગ માટે અમેરિકા પહોંચી હુમા કુરેશી

આર્મી ઑફ ડેડના શૂટિંગ માટે અમેરિકા પહોંચી હુમા કુરેશી

19 July, 2019 11:32 AM IST | મુંબઈ

આર્મી ઑફ ડેડના શૂટિંગ માટે અમેરિકા પહોંચી હુમા કુરેશી

હુમા કુરેશી

હુમા કુરેશી


હુમા કુરેશી ફિલ્મમેકર ઝૅક સ્નાઇડરની ફિલ્મ ‘આર્મી ઑફ ડેડ’ના શૂટિંગ માટે અમેરિકા પહોંચી ગઈ છે. ઝૅક સ્નાઇડરે ૨૦૧૭માં આવેલી ‘જસ્ટિસ લીગ’ની સ્ટોરી લખવાની સાથે એને ડિરેક્ટ પણ કરી હતી. સાથે જ ૨૦૧૮માં આવેલી ‘ઍક્વામૅન’ના તેઓ એક્ઝિક્યુટ‌િવ પ્રોડ્યુસર હતા. ‘આર્મી ઑફ ડેડ’ની તેમણે સ્ટોરી લખી છે. આ ફિલ્મને તેઓ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે હુમાએ કહ્યું હતું કે ‘અલગ પ્રકારની આ ફિલ્મમાં કામ કરવાની મારા માટે આ સૌથી મોટી તક છે. ઝૅકની પાછલી ફિલ્મોને જોતાં તેમની સાથે કામ કરવાનો વિચાર ઉત્તમ છે. ખાસ કરીને ભારતના દર્શકો માટે. આવા a ફિલ્મો ભારતીય દર્શકોને જોવા નથી મળી.

આ પણ વાંચો : કરીના કપૂર ખાન સાથે વાત કરવામાં હજી પણ નર્વસ થાય છે દિલજિત દોસંજ



હાલમાં એક સફળ પ્રયોગ કરવા માટે આ એક સારો તબક્કો છે. aપ્રયાસ કરતા હોય છે જે તેમણે પહેલાં ક્યારેય ન કર્યું હોય. એ ખૂબ જ સુખદ અનુભવ આપે છે. આ ફિલ્મની ટીમને કોઈ ઓળખની જરૂર નથી. આ ખાસ પ્રોજેક્ટમાં હું સામેલ થઈ એ મારા માટે સન્માનની બાબત છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 11:32 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK