Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિતી ખરબંદાને મલેરિયા

ક્રિતી ખરબંદાને મલેરિયા

07 November, 2020 11:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતી ખરબંદાને મલેરિયા

ક્રિતી ખરબંદા

ક્રિતી ખરબંદા


ક્રિતી ખરબંદાને મલેરિયા થયો છે અને તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેણે હાલમાં જ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તે દેવાંશુ સિંહની ‘14 ફેરે’ વિક્રાન્ત મેસી સાથે શૂટ કરવાની તૈયારી કરી રહી હતી. જોકે તે રિકવર થાય ત્યાં સુધી શૂટિંગને હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. આ વિશે ફોટો ઇન્સ્ટાસ્ટોરીમાં શૅર કરતાં ક્રિતીએ લખ્યું છે, ‘હેલો, આ મારો મલેરિયાવાળો ચહેરો છે. તમે લોકો પણ એને આવકારો. એ થોડા સમય માટે આવ્યો છે, કારણ કે મારે જલદી શૂટિંગ પર જવાનું છે. મારા વિશે ચિંતા કરનારાઓને જણાવી દઉં કે હું આજે ખૂબ સારી છું અને આવતી કાલે એનાથી સારી હોઈશ એવી આશા રાખી રહી છું. થોડા-થોડા સમયે મને સારું નથી લાગતું, પરંતુ એ સમજી શકાય એમ છે. આ વર્ષે મને પૅશન્સ રાખતાં અને પોતાની જાતને પ્રેમ કરતાં શીખવ્યું છે. હું તમને આ વિશે અપડેટ કરતી રહીશ. તમારા પ્રેમ બદલ આભાર. મહેરબાની કરીને સારા મીમ શૅર કરતા રહેજો. ખાસ કરીને સારા શૅર કરજો. આરામ કરીને હું કંટાળી ગઈ છું. મારી પાસે હાલમાં કરવા માટે કાંઈ નથી.’

Instagram Story


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2020 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK