હૉકી સ્ટાર યુવરાજ વાલ્મીકિ ક્લાસ ઑફ 2020 દ્વારા ઍક્ટિંગમાં કરશે એન્ટ્રી
યુવરાજ વાલ્મીકિ
ભારતનો ભુતપૂર્વ હૉકી પ્લેયર યુવરાજ વાલ્મિકી વેબ-સિરીઝ ‘ક્લાસ ઑફ 2020’ દ્વારા ઍક્ટિંગનાં ક્ષેત્રે ઝંપલાવશે. એકતા કપૂરનાં Alt Balaji પર આવનારા આ શોમાં યુવરાજ સ્ટુડન્ટ્સને માર્ગદર્શન અને પ્રેરણાં આપતો જોવા મળશે. યુવરાજ મહારાષ્ટ્રનો છે. ૨૦૧૧માં ચીનમાં પાકિસ્તાન સામે થયેલી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી હૉકી ટૂર્નામેન્ટમાં તેનું પર્ફોર્મન્સ યાદગાર રહ્યું હતું. તેણે ‘ક્લાસ ઑફ 2020’નું શૂટિંગ પૂરુ પણ કરી લીધુ છે. જોકે આ શોમાં તે સ્પેશ્યલ પાત્રમાં જોવા મળશે.