Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સાત ગીત પર પર્ફોર્મન્સ કરશે હિના ખાન

સાત ગીત પર પર્ફોર્મન્સ કરશે હિના ખાન

22 December, 2020 05:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાત ગીત પર પર્ફોર્મન્સ કરશે હિના ખાન

હિના ખાન

હિના ખાન


૨૦૨૦ પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સ્ટાર પ્લસ પર ‘સ્ટાર પરિવાર કરેગા વેલકમ 2021’નું ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેમાં હિના ખાન પર્ફોર્મ કરશે. હિનાના આ ડાન્સ-પર્ફોર્મન્સમાં ‘યાદ પિયા કી આને લગી’, ‘કમરિયા...’ અને ‘સાકી સાકી’ જેવાં સુપરહિટ ૭ ગીત પસંદ કરવામાં આવ્યાં હતાં, પણ આ ૭માંથી એક ગીત હિનાએ કઢાવીને એ ગીતની જગ્યાએ પોતાની સુપરહિટ સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’નું ટાઇટલ-સૉન્ગ ઉમેરાવડાવ્યું અને એ સૉન્ગને બધાં ગીતોમાં સૌથી આગળ પણ લેવડાવ્યું. હિના ખાને કહ્યું કે ‘એ ગીત મારી ઓળખ છે, જેને હું સહેજ પણ છોડવા કે ભૂલવા માગતી નથી. એ ટાઇટલ-સૉન્ગ કાયમ મારી સાથે રહેશે.’

હિના ખાન પોતાના પર્ફોર્મન્સ દરમ્યાન કુલ ૭ ગેટઅપમાં દેખાશે, જેમાંથી એક ગેટઅપ સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અક્ષરાનો પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2020 05:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK