નેહા કક્કડ વિશે એક્સ BF હિમાંશ કોહલીએ આપ્યું આ નિવેદન...
નેહા કક્કડ સાથે હિમાંશ કોહલી
ફિલ્મ અભિનેતા હિમાંશ કોહલીએ નેહા કક્કડ સાથે બ્રેક અપ પર પોતાના મનની વાત કહી છે. તાજેતરમાં જ બન્નેનું બ્રેકઅપ થઈ છે અને તેના પછી બન્નેના જીવનમાં ઉતાર-ચડાવ આવી ચૂક્યા છે. કેટલાક મહિના પહેલા નેહા કક્કડ અને હિમાંશ કોહલીનું એક બીજા સાથે બ્રેક અપ થઈ ગયું હતું. બન્નેની જોડી ખૂબ જ સુંદર માનવામાં આવતી હતી પણ નિયતિએ કદાચ કંઇક બીજું નક્કી કરી રાખ્યું હશે. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર એક સીક્રેટ પોસ્ટથી હિમાંશને પોતાના સમયના લાયક પણ નથી કહ્યા.
નેહા જ્યારે એવું કરી રહી હતી. હિમાંશા સંપૂર્ણ મામલે ચૂપ રહ્યો હતો. તાજેતરમાં મીડિયા સાથે વાત કરતાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
ADVERTISEMENT
હિંદુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં હિમાંશે સ્પષ્ટ કર્યું કે નેહા વિરુદ્ધ તેના મનમાં કશું જ ખરાબ નથી અને તે આજે પણ તેનું સમ્માન કરે છે. તેણે કહ્યું કે, "જે પણ થવું હતું, તે થઈ ગયું. હું તે બદલી શકતો નથી. હું હજી પણ તેનું સન્માન કરું છું અને તેને શુભેચ્છાઓ આપું છું. ખરાબ સમયમાં અમે એકબીજાનું સન્માન કરવાનું બંધ નથી કરતાં. તે એક સારી કલાકાર અને અદ્ભુત છોકરી છે. બસ એ જ કામના કરું છું કે તેને જીવનમાં તે જે પણ ઇચ્છે છે તે મળે. તેનું જીવન ખુશીઓથી ભરેલું રહે."
જ્યારે હિમાંશને પૂછવામાં આવ્યું કે શું તે ફરી નેહા સાથે કામ કરવા માટે તૈયાર છે? તે વિશે જણાવતાં હિમાંશ કહે છે કે, "કેમ નહીં? હું સારા કામને કેમ ના કહું? જો સારા પ્રસ્તાવ આવશે તો એક પ્રૉફેશનલ તરીકે હું તેની સાથે જરૂર કામ કરીશ. 2018માં આમારું ગીત હમસફર એક સારું હિટ ગીત હતું. લોકો હજી પણ તેના વિશે સારી વાતો કરે છે. તેથી હું નેહા સાથે એક રસપ્રદ પ્રૉજેક્ટ પર કામ કરવા માટે ક્યારેય ના નહીં પાડું."
આ પણ વાંચો : આવી રહ્યું છે તમારા પ્રિય ગાયક નીરવ બારોટનું નવું ગીત- 'આશરો'
નેહા અને હિમાંશે એક રિયાલિટી શૉમાં પોતાના સંબંધો વિશે જણાવ્યું હતું. જોકે ગયા વર્ષના અંતમાં જ બન્નેનું બ્રેક અપ થઈ ગયું. તેના તરત પછી નેહાએ બ્રેકઅપની જાણ સોશિયલ મીડિયા પર કરી હતી.