Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કપિલ શર્મા બર્થડે સેલિબ્રેશનમાં ધમાલ, ભારતી-કીકૂનો અનોખો અંદાજ

કપિલ શર્મા બર્થડે સેલિબ્રેશનમાં ધમાલ, ભારતી-કીકૂનો અનોખો અંદાજ

02 April, 2019 06:23 PM IST |

કપિલ શર્મા બર્થડે સેલિબ્રેશનમાં ધમાલ, ભારતી-કીકૂનો અનોખો અંદાજ

હેપી બર્થડે કપિલ શર્મા : કપિલના જન્મદિવસ માટે ખાસ કેક બનાવવામાં આવી હતી જેમાં તેની એમ સુંદર તસવીર જોવા મળી.

હેપી બર્થડે કપિલ શર્મા : કપિલના જન્મદિવસ માટે ખાસ કેક બનાવવામાં આવી હતી જેમાં તેની એમ સુંદર તસવીર જોવા મળી.


કૉમેડી કિંગ કપિલ શર્મા આજે 2 એપ્રિલના પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. રાત્રે કપિલ શર્માએ પોતાનો જન્મદિવસ પોતાના પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યો.

લગ્ન બાદ કપિલ પોતાનો પહેલો જન્મ દિવસ ઉજવી રહ્યો છે




સોશિયલ મીડિયા પર કપિલની બર્થડે પાર્ટીનો ડાન્સ વીડિયો અને કેક કટિંગ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. લગ્ન પછી કપિલનો આ પહેલો જન્મદિવસ છે અને તેની પત્ની ગિન્ની ચતરથ સૌથી વધુ ઉત્સાહી દેખાતી હતી. આ પાર્ટીમાં કીકૂ શારદા અને લાફ્ટર ક્વીન ભારતી સિંહે ખૂબ ડાન્સ કર્યો. બન્નેએ વિદેશી અદાકારો સાથે ડાન્સ કર્યો. ભારતી સિંહે તો ઘણાં ઠુમકા માર્યા.


મીકા સિંહે પાર્ટીમાં કર્યો ડાન્સ

તો બીજી તરફ કીકૂ શારદાએ પણ તેનો સાથ આપ્યો. સિંગર મીકા સિંહે પણ ડાન્સ નંબર્સ ગાઈને પાર્ટીનો માહોલ સર્જ્યો. કપિલની મમ્મી અને પત્ની ગિન્ની ચતરથે પણ ડાન્સ કર્યો. કપિલે પત્ની સાથે મળીને કેક કટ કર્યું. એક વીડિયોમાં કપિલ શર્મા સિંગર ઋચા શર્માની ધુન પર ડ્રમ વગાડતો જોવા મળ્યો. કપિલ માટે ડે ખાસ કસ્ટમાઇઝ્ડ કેક બનાવવામાં આવી હતી જેમાં કપિલની એક સુંદર તસવીર જોવા મળી. આ પહેલા કપિલ શર્માએ કૉમેડી શૉના સેટ પર પણ બર્થડે કેક કાપ્યું હતું. સેટ પર કપિલ શર્માની માતા પણ હાજર હતી. આ શૉમાં રેમો ડિસૂઝા ગેસ્ટ તરીકે આવ્યો હતો. સેટ પર કપિલ શર્માને જન્મદિવસની વધામણીઓ આપી.

આ પણ વાંચો : જાણો કેમ વહીદા રહમાને માર્યો હતો અમિતાભ બચ્ચનને લાફો

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2019 06:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK