Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગના સાથે કામ કરવાના અનુભવ વિશે હંસલ મેહતાએ કહ્યું...

કંગના સાથે કામ કરવાના અનુભવ વિશે હંસલ મેહતાએ કહ્યું...

27 October, 2020 12:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગના સાથે કામ કરવાના અનુભવ વિશે હંસલ મેહતાએ કહ્યું...

હંસલ મેહતા, કંગના રનોટ

હંસલ મેહતા, કંગના રનોટ


હંસલ મેહતાએ ૨૦૧૭માં આવેલી ‘સિમરન’માં કંગના રનોટ સાથેના કામનો અનુભવ શૅર કરતાં જણાવ્યું હતું કે તે સેટ પર અન્ય કલાકારોને કન્ટ્રોલ કરવા લાગતી હતી. જોકે સાથે જ હંસલ મેહતાનું એમ પણ કહેવું છે કે તે સારી ઍક્ટર છે, પરંતુ તેની સાથે સંબંધો સારા નથી રહ્યા એટલું જ નહીં, હંસલ મેહતાને તો ‘સિમરન’ બનાવવાનો પણ પસ્તાવો થઈ રહ્યો છે. એ ફિલ્મને કારણે તેમના પૈસા ડૂબી ગયા હતા અને તેઓ આર્થિક રૂપે પડી ભાંગ્યા હતા. સાથે તેઓ માનસિક રીતે પણ ત્રસ્ત થઈ ગયા હતા અને તેમને થેરપી લેવી પડી હતી. કંગના સાથે કામનો અનુભવ કેવો રહ્યો એ વિશે હંસલ મેહતાએ કહ્યું હતું કે ‘હું ખોટું નહીં બોલું, પરંતુ સેટની બહાર કંગના સાથે સારો સમય પસાર થતો હતો. અમે બહાર જતાં હતાં અને રેસ્ટોરાંમાં જમતાં પણ હતાં. કંગના મને કહેતી કે સારી રેસ્ટોરાં શોધવામાં આવે. અમે પાર્ટી પણ કરી હતી. જોકે સેટ પર કંગના પૂરો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લેતી હતી. એ સારું નહોતું લાગતું. તે તો સેટ પર અન્ય કલાકારોને કન્ટ્રોલ કરવા લાગતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2020 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK