ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મ ધુમ્મસમાં એકસાથે જોવા મળશે આ લોકપ્રિય કલાકારો

Updated: 19th September, 2020 17:46 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ફિલ્મ ધુમ્મસનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'ધુમ્મસ'ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એકસાથે ઘણા લોકપ્રિય કલાકારો જોવા મળશે.

કિંજલ રાજપ્રિયા સાથે ઓજસ રાવલ અને જયેશ મોરે
કિંજલ રાજપ્રિયા સાથે ઓજસ રાવલ અને જયેશ મોરે

કોરોના (Corona Pendemic) મહામારીને કારણે અનેક ફિલ્મો (Shooting of Movies and Serials) અને ટીવી સિરીયલ્સના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે હવે સરકારી (Guidelines by Government) દિશા-નિર્દેશો સાથે હટાવી દેવામાં આવ્યો છે ત્યારે બાદ અનેક નવી ગુજરાતી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝ તેમજ સિરીયલ્સનું શૂટ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમ જેમ સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે (Unlock) અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ છે તેમ તેમ નવી નવી ફિલ્મો અને (Announcement of Movies and Web Series)વેબસિરીઝની જાહેરાત થતી પણ જોવા મળે છે. તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'ધુમ્મસ'ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એકસાથે ઘણા લોકપ્રિય કલાકારો જોવા મળશે. ગુજરાતી ફિલ્મ 'ધુમ્મસ'નું તાજેરતમાં જ મુહૂર્ત શૂટ થયું છે. જેની તસવીરો સામે આવી છે.

વિવેક શાહ પ્રૉડક્શનની મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ પ્રૉડક્શનના સહયોગમાં બનતી ફિલ્મ 'ધુમ્મસ' (Dhummas) કર્તવ્ય (Kartavya Shah) શાહ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં જયેશ (Jayesh More) મોરે, કિંજલ (Kinjal Rajpriya) રાજપ્રિયા, ઓજસ (Ojas Rawal) રાવલ, ચેતન (Chetan daiya) દૈયા, આકાશ (Aakash Zala) ઝાલા, ભાર્ગવ ત્રિવેદી અને કિનલ ત્રિવેદી સહિત અનેક કલાકારો અભિનય કરતાં જોવા મળશે.

 
 
 
View this post on Instagram

નવી ગુજરાતી ફિલ્મ 'ધુમ્મસ' નું આજે મુહુર્ત થયું. 'ધુમ્મસ' ફિલ્મમાં જયેશ મોરે, કિંજલ રાજપ્રિય, ઓજસ રાવલ, ચેતન દૈયા અને આકાશ ઝાલા જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર છે કર્તવ્ય શાહ. Muhurt of new Gujarati movie #Dhummas held today. Jayesh More, Kinjal Rajpriya, Ojas Rawal, Chetan Daiya & Aakash Zala will be seen in the film and it is directed by Kartavya Shah #muhurt #film #movie #ahmedabad #gujarat #cast #crew #actors #director #producers

A post shared by Gujarati Movies (@gujaratimovies) onSep 18, 2020 at 10:44am PDT

આ ફિલ્મના નિર્માતા ભાર્ગવ ઉપાધ્યાય, કેયુર શાહ અને વિવેક શાહ છે. જ્યારે ડીઓપી શ્રીકુમાર નાયર છે અને લાઇન પ્રૉડક્શનની કામગીરી ધવલ પંડ્યા સંભાળી રહ્યા છે. ફિલ્મનું શૂટ શરૂ કરી દેવામાં આવ્યું છે.

First Published: 19th September, 2020 17:19 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK