Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન બાદ મહિલા કામ ન કરી શકે એવી ધારણાને મેં પડકારી છે : કરીના કપૂર ખાન

લગ્ન બાદ મહિલા કામ ન કરી શકે એવી ધારણાને મેં પડકારી છે : કરીના કપૂર ખાન

13 December, 2019 12:10 PM IST | Mumbai

લગ્ન બાદ મહિલા કામ ન કરી શકે એવી ધારણાને મેં પડકારી છે : કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન


કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે તેણે લોકોની એ ધારણાને જ પડકાર આપ્યો છે કે લગ્ન બાદ મહિલા કામ ન કરી શકે. સૈફ અલી ખાન સાથે લગ્ન બાદ અને તૈમુરના જન્મ બાદ પણ તે કામ કરીને ફિલ્મોમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. તે અક્ષયકુમાર સાથે ‘ગુડ ન્યુઝ’માં અને આમિર ખાન સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળવાની છે. પોતાના કામ પ્રતિના સમર્પણ વિશે કરીનાએ કહ્યું હતું કે ‘હું મારા કામ પ્રતિ સમર્પિત છું. એક મહિલા તરીકે આપણે આપણા દરેક કામને સચોટતાથી કરવામાં માનીએ છીએ પછી તે પૅશન હોય કે ઇમોશન્સ હોય. આ જ બાબત મારી સાથે થઈ છે. કેટલાય લોકો કહેતા હતા કે ‘શાદી કે બાદ કુછ નહીં હોગા.’ ત્યાર બાદ તેમણે કહ્યું કે ‘એક બચ્ચે કે બાદ કુછ નહીં હોગા.’ જોકે મારું માનવું છે કે મહિલાઓ ફાઇટર્સ છે. અમને રૂલ્સની વિરુદ્ધમાં જઈને એને તોડવા ગમે છે. લોકોના વર્તનને ચૅલેન્જ આપવી ગમે છે. તેઓ જ્યારે એમ કહે છે કે તે આ કામ કરવાને સક્ષમ નથી.’

આ પણ વાંચો : હું હંમેશાં મહિલાપ્રધાન ફિલ્મો નથી પસંદ કરતી, સ્ટ્રૉન્ગ કૅરૅક્ટર્સ મને આકર્ષે છે : દીપિકા



સૈફ અલી ખાન તેને હંમેશાં સપોર્ટ આપે છે એવું જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘સૈફ એક એવી વ્યક્તિ છે જે હંમેશાં મૌન રહીને પણ મારા પર ગર્વ કરે છે. તેની ઇચ્છા છે કે હું બહાર નીકળીને કંઈક નામના મેળવું અને મને જે પણ ઇચ્છા હોય એ કરું. તે હંમેશાં સ્મિત કરતાં-કરતાં મને ચૂપચાપ જુએ છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2019 12:10 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK