હું હંમેશાં મહિલાપ્રધાન ફિલ્મો નથી પસંદ કરતી, સ્ટ્રૉન્ગ કૅરૅક્ટર્સ મને આકર્ષે છે : દીપિકા

Published: Dec 13, 2019, 11:55 IST | Mumbai

દીપિકા પાદુકોણે જણાવ્યું હતું કે તે હંમેશાં નારીપ્રધાન ફિલ્મો નથી પસંદ કરતી, તે તો સ્ટ્રૉન્ગ કૅરૅક્ટર્સ તરફ આકર્ષાય છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે જણાવ્યું હતું કે તે હંમેશાં નારીપ્રધાન ફિલ્મો નથી પસંદ કરતી, તે તો સ્ટ્રૉન્ગ કૅરૅક્ટર્સ તરફ આકર્ષાય છે. મેઘના ગુલઝારની ‘છપાક’ ૨૦૨૦ની ૧૦મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દીપિકા ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલના પાત્રમાં દેખાશે. દીપિકાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના ફૅન્સ સાથે લાઇવ ચૅટ કરી હતી.

આ પણ વાંચો : વધુમાં વધુ મહિલાઓએ પોલીસ દળમાં સામેલ થવું જોઈએ : રાની

એ દરમ્યાન દીપિકાએ કહ્યું હતું કે ‘હું હંમેશાં મહિલાપ્રધાન ફિલ્મો પસંદ નથી કરતી, હું તો સ્ટ્રૉન્ગ કૅરૅક્ટર્સ તરફ આકર્ષાઉં છું. જે રીતે મેઘનાએ કહ્યું હતું એમ આ નારીપ્રધાન ફિલ્મ નથી. જોકે અમારી ઇચ્છા લોકો સુધી મેસેજ પહોંચાડવાની છે. મારી સ્ટોરી મહિલાપ્રધાન નથી હોતી, પરંતુ અગત્યની અથવા તો એન્ટરટેઇનિંગ સ્ટોરીઝ હોય છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK