ફરહાન અખ્તરે બહેન ઝોયા-ફારાહને આપી રક્ષાબંધનની મોંઘીદાટ ગિફ્ટ

Published: 7th August, 2012 05:30 IST

ગયા અઠવાડિયે રક્ષાબંધન નિમિત્તે ફિલ્મમેકર અને ઍક્ટર ફરહાન અખ્તરે બહેન ઝોયા અખ્તરની સાથોસાથ કઝિન ફારાહ ખાનને પણ રક્ષાબંધનની ગિફ્ટમાં મોંઘીદાટ ઘડિયાળ આપી હતી.

ઝોયા તો વિદેશ હોવાને કારણે ફરહાન સાથે આ દિવસની ઉજવણી નહોતી કરી શકી, પણ ફારાહે ફરહાન સાથે આ દિવસ સેલિબ્રેટ કર્યો હતો.

 

આ મુદ્દે વાત કરતાં ફરહાનની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘ઝોયા કોઈક કામસર લંડન ગઈ છે અને ફરહાન રક્ષાબંધને તેને બહુ મિસ કરતો હોવાને કારણે તેણે ફારાહ સાથે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તેણે આ દિવસે બન્ને બહેનોને લાખો રૂપિયાની કિંમતની લક્ઝરી ઘડિયાળ ગિફ્ટ આપી હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK