Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કપિલ ચડ્યો અડફેટેઃ અર્ચનાની ઇજ્જત કર ભાઈ

કપિલ ચડ્યો અડફેટેઃ અર્ચનાની ઇજ્જત કર ભાઈ

25 November, 2019 11:37 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કપિલ ચડ્યો અડફેટેઃ અર્ચનાની ઇજ્જત કર ભાઈ

કપિલ શર્માને મજાક પડી ભારે

કપિલ શર્માને મજાક પડી ભારે


આજકાલ કપિલ શર્મા નવેસરથી સફળતાના રસ્તે છે, પણ આ વખતની સફળતા તેણે બહુ ભાર સાથે સહન કરવી પડે એવી અવસ્થા છે. બન્યું એવું કે શનિવારે કપિલ શર્માના શો ‘ધી કપિલ શર્મા શો’ના યુનિટના એક મેમ્બરનો બર્થ-ડે હતો એટલે સેટ પર કેક આવી હતી. એ સમયે કપિલે ચોરીછૂપીથી એક વિડિયો બનાવીને પોતાના ટ‍‍્વિટર-હૅન્ડલ પર પોસ્ટ કર્યો અને થોડી વારમાં કપિલની પાછળ દુનિયાઆખી પડી ગઈ. અર્ચનાની મજાક કરવા બદલ બીજું કોઈ નહીં, કપિલના જ ફૅન્સ તેની પાછળ પડી ગયા અને દરેક વાતને મજાકમાં લેવી જોઈએ નહીં એવી સલાહ પણ આપી દીધી. કપિલ શર્માને અઢળક લોકોએ સલાહ આપતાં કહ્યું કે અર્ચના તારી મશ્કરીનો ભોગ બનવાના પૈસા નથી લેતી એટલે દરેક વાતમાં તેની મશ્કરી કરવાની જરૂર નથી.

આ પણ જુઓઃ Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ



ખાવાની બાબતમાં કપિલે કમેન્ટ કરી હોવાથી અમુક ફૅન્સ તો એ રીતે પણ પાછળ પડી ગયા કે બૉડી માટે મજાક કરતાં પહેલાં કપિલ તારે ફૅમિલીમાં પણ જોઈ લેવું જોઈએ કે ત્યાં કેટલા લોકો હેવી બૉડી છે? કપિલ શર્મા પર શરૂ થયેલા આ અટૅકની શરૂઆતમાં તો કપિલે જવાબ આપ્યા, પણ પછી તે સમજી ગયો કે બાજી હાથમાંથી સરકી ગઈ છે એટલે તે ચૂપ થઈને એક ખૂણામાં જઈને બેસી ગયો.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 11:37 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK