ફાલ્ગુની પાઠકના નવા ગરબા એન્થમને એક જ દિવસમાં મળ્યા એક લાખથી વધુ વ્યૂઝ

Published: Sep 13, 2019, 13:04 IST | મુંબઈ

ફાલ્ગુની પાઠકનું નવરાત્રિ પહેલા ખાસ ગરબા એન્થમ રાધાને શ્યામ રિલીઝ થયું છે. અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

તમે સાંભળ્યું કે નહીં ફાલ્ગુની પાઠકનું નવું ગીત!
તમે સાંભળ્યું કે નહીં ફાલ્ગુની પાઠકનું નવું ગીત!

નવરાત્રિ એટલે ગરબા અને ગરબાનો પર્યાય એટલે ફાલ્ગુની પાઠક. જેઓ આ વર્ષે તેમના ચાહકો માટે કાંઈક ખાસ લઈને આવ્યા છે. ફાલ્ગુની પાઠક અને સોનીસ્ સ્કૂલ ઓફ ગરબા ડાન્સે મળીને ગરબા એન્થમ તૈયાર કર્યું છે. જેના બોલ છે 'રાધાને શ્યામ.' આ ગરબો ગઈકાલે જ રીલીઝ કરવામાં આવ્યો અને એક જ દિવસના સમયમાં તેને 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. તમે પણ જુઓ...

'રાધાને શ્યામ'માં ફાલ્ગુની પાઠક અને શૈલ હાડાએ ગાયું છે.મ્યુઝિક અવૉર્ડ વિનર શૈલ હાડાનું છે જ્યારે લીરિક્સ ભોજક અશોકના છે. આ ગીતની કોરિયોગ્રાફીક ખૂબ જ સરસ છે. જેમાં તમને ગરબાના ઑથેન્ટિકેટ સ્ટેપ્સ જોવા મળશે. ગીતને SSGDના સોની બ્રધર્સ જીગર સોની અને સુહ્રદ સોનીએ પ્રોડ્યુસ કર્યું છે. અને તેમણે જ કોરિયોગ્રાફ કર્યું છે. ગીતમાં તમામ કલાકારો ચણિયાચોળી અને કેડિયું પહેરેલા જોવા મળી રહ્યા છે.

આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

રાધાને શ્યામ ગીતમાં ગુજરાતના ગરબાના ખરા રંગો જોવા મળી રહ્યા છે. જેમાં તમામ ઉંમરના લોકો ગરબે ઘૂમી રહ્યા છે. પછી તે બાળકો હોય કે વડીલો.  ખાસ વાત એ છે કે અત્યાર સુધી જેના ગીતો પર આપણે ગરબા રમતા આવ્યા છે, તે ફાલ્ગુની પાઠક પણ તમને આ ગીતમાં ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. ગીતનું કમ્પોઝિશન પણ એટલું જ સરસ છે. અને રિલીઝ થતાની સાથે જ આ ગીત હિટ થઈ ગયું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK