પરિણીતી ચોપડાનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ની એક પણ ડીટેલ બહાર ન આવે એ માટે એને ખૂબ જ પ્રોટેક્ટ કરવામાં આવી રહી છે. હૉલીવુડની ફિલ્મની આ હિન્દી રીમેક છે. આ ફિલ્મને ૨૬ ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મના ટ્રેલરને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. જોકે ફિલ્મને લઈને તેઓ કોઈ અન્ય પ્રોમો અથવા તો બીજું ટ્રેલર રિલીઝ કરવા નથી ઇચ્છતા. મોટા ભાગે ફિલ્મની હાઇપ ઊભી કરવા માટે બે ટ્રેલર રિલીઝ કરવામાં આવે છે. જોકે આ ફિલ્મ માટે અલગ માર્કેટિંગ સ્ટ્રૅટેજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વિશે પૂછતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘ફિલ્મ વિશે લોકોમાં ઉત્સુકતા બની રહે એ માટે અમે ટ્રેલર સિવાય એક પણ વસ્તુને રિલીઝ નથી કરી અને એ અનુસાર જ માર્કેટિંગ સ્ટ્રૅટેજી બનાવવામાં આવી છે. અમે આ ફિલ્મની મહત્ત્વની માહિતીને સીક્રેટ રાખવા ઇચ્છતા હતા જેથી લોકો ફિલ્મ જોઈને એની મજા માણી શકે. અમે ઇચ્છીએ છીએ કે દર્શકો તેમની સીટ પકડીને ફિલ્મની મજા લેતા બેસી રહે. આ એક રોલરકોસ્ટર રાઇડ જેવી ફિલ્મ છે જેથી અમે એને ખૂબ જ પ્રોટેક્ટ કરી રહ્યા છીએ. આ ફિલ્મમાં લોકોનો ઉત્સાહ સતત બની રહે એ હેતુથી એને બનાવવામાં આવી છે. આથી આ હિન્દી ફિલ્મને ટ્રેડિશનલ માર્કેટિંગથી થોડી અલગ બનાવવામાં આવી છે. અમે લોકોને એક અલગ અનુભવ આપવા માગીએ છીએ અને એને લઈને અમે ખૂબ જ ક્લિયર હતા. જો દર્શકોને ફિલ્મની કોઈ પણ કડી મળી જાય તો તેમને જોવામાં મજા નહીં આવે.’
બાપ-દાદાની મિલકત કે ગડા ઇલેક્ટ્રૉનિક્સ કોની પસંદગી કરશે જેઠાલાલ
2nd March, 2021 14:27 ISTસંજય ગગનાની જણાવે છે પોતાની રીએન્ટ્રી વિશે
2nd March, 2021 12:43 ISTમન કી આવાઝ પ્રતિજ્ઞા 2માં અથર સિદ્દીકી નેગેટિવ રોલમાં
2nd March, 2021 12:40 ISTCONFIRMED: કાર્તિક આર્યને આપ્યા બ્રેકિંગ ન્યૂઝ, નેટફ્લિક્સ પર કરશે 'ધમાકા'
2nd March, 2021 12:26 IST