Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઝીફાઇવની મ્યુઝિકલ મિસ્ટ્રી રિજેક્ટ્સ 2માં એશા ગુપ્તાની એન્ટ્રી

ઝીફાઇવની મ્યુઝિકલ મિસ્ટ્રી રિજેક્ટ્સ 2માં એશા ગુપ્તાની એન્ટ્રી

28 February, 2020 02:02 PM IST | Mumbai Desk

ઝીફાઇવની મ્યુઝિકલ મિસ્ટ્રી રિજેક્ટ્સ 2માં એશા ગુપ્તાની એન્ટ્રી

ઝીફાઇવની મ્યુઝિકલ મિસ્ટ્રી રિજેક્ટ્સ 2માં એશા ગુપ્તાની એન્ટ્રી


૨૦૧૯માં આવેલી ઝીફાઇવની વેબ-સિરીઝ ‘રિજેક્ટ્સ’માં યુવાવર્ગની વાત હોવાથી આ શોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું અને એની લોકપ્રિયતાને કારણે બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી હતી. આ શોમાં એવા યંગસ્ટર્સની વાત છે જે રૅપ બૅન્ડ બનાવીને પોતાની ટૅલન્ટ સાથે ગુસ્સો વ્યક્ત કરે છે. આ મ્યુઝિકલ મિસ્ટ્રીમાં સુમિત વ્યાસ, કુબ્રા સેઇત, તરંગ તકરાની, રિદ્ધિ ખખ્ખર, અનીશા વિક્ટર જેવા કલાકારો છે.
સુમિત વ્યાસ અને કુબ્રા સેઇત વેબ વર્લ્ડના જાણીતા કલાકારો છે ત્યારે ‘રિજેક્ટ્સ’માં બૉલીવુડ અભિનેત્રી એશા ગુપ્તા પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નત 2’થી ડેબ્યુ કરનારી એશા છેલ્લે ‘ટોટલ ધમાલ’ અને ‘વન ડે ઃ જસ્ટિસ ડિલિવર્ડ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
‘રિજેક્ટ્સ’ના ડિરેક્ટર ગોલ્ડી બહલ છે, જેમણે વર્ષો પહેલાં ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’ અને ‘દ્રોણ’ નામની ફિલ્મો બનાવી હતી. ગોલ્ડી ‘આરંભ’ (સ્ટાર પ્લસ) અને ‘રિપોર્ટર્સ’ (સોની ટીવી) જેવા ટીવી-શો પણ ડિરેક્ટ કરી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2020 02:02 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK