ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ચેહરે’નો ફર્સ્ટ લૂક રિલીઝ, કરો એક નજર

Published: Jun 22, 2019, 14:51 IST | મુંબઈ

અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સ્ટારર મિસ્ટરી થ્રિલર ફિલ્મ ‘ચેહરે’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મનો ઇમરાનનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે.

તસવીર સૌજન્ય - ઈમરાન હાશ્મી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્ય - ઈમરાન હાશ્મી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

અમિતાભ બચ્ચનને બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મહાન અભિનેતા માનવામાં આવે છે. અમિતાભ બચ્ચને હાલમાં જ 14 મિનિટનું દૃશ્ય એક જ ટેકમાં શૂટ કર્યું છે. તેઓ ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘ચેહરે’નું શૂટિંગ કરી રહ્યા હતા. અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સ્ટારર મિસ્ટરી થ્રિલર ફિલ્મ ‘ચેહરે’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મનો ઇમરાનનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ‘ચેહરે’ ફિલ્મને ’ગોડ તુસ્સી ગ્રેટ હો’, ‘લાઈફ પાર્ટનર’ ફેમ ડિરેક્ટર રૂમી જાફરી ડિરેક્ટ કરી રહ્યા છે જ્યારે આનંદ પંડિત આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. આ ફિલ્મથી અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી પહેલીવાર ઓન સ્ક્રીન સાથે દેખાશે. ‘ચેહરે’ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020એ રિલીઝ થશે.

અમિતાભ બચ્ચનના દૃશ્ય વિશે આનંદ પંડિતે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે હું એવી ફિલ્મનો એક ભાગ છું જેમાં એક ઐતિહાસિક દૃશ્ય છે. 14 મિનિટનું દૃશ્ય કરવું મુશ્કેલ જ નથી, પરંતુ એ માટે એક અલગ જ પ્રકારના ડેડિકેશનની જરૂર પડે છે.

આ પણ વાંચો : મોઢું છુપાવીને શિમલામાં ફરી રહ્યા છે સારા અલી ખાન અને કાર્તિક આર્યન

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમણે ભજવેલા દૃશ્ય માટે તેમને વધુપડતી ક્રેડિટ આપવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મી સાથે ફિમેલ લીડ રોલમાં રિયા ચક્રવર્તી અને કિર્તી ખરબંદા જોવા મળશે. આ ફિલ્મ ટિપિકલ હીરો-હિરોઈનની સ્ટોરી નથી એટલે ફિલ્મમાં કોઈ એકબીજાની ઓપોઝીટ કાસ્ટ થયા નથી. ઉપરાંત ફિલ્મમાં અનુ કપૂર, સિદ્ધાર્થ કપૂર પણ સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK