Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એકતા કપૂરની સેફ હૅન્ડ્સ ચૅલેન્જ

એકતા કપૂરની સેફ હૅન્ડ્સ ચૅલેન્જ

20 March, 2020 12:40 PM IST | New Delhi
Agencies

એકતા કપૂરની સેફ હૅન્ડ્સ ચૅલેન્જ

એકતા કપૂર

એકતા કપૂર


વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન એટલે કે WHOની સેફ હૅન્ડ્સ ચૅલેન્જને એકતા કપૂરે સ્વીકારી છે. તેણે એક વિડિયો શૅર કરીને દેખાડ્યું છે કે કઈ રીતે હાથ ધોવામાં આવે. મહિલા તથા બાળ કલ્યાણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તેને આ ચૅલેન્જ માટે નૉમિનેટ કરી હતી. એક મિનિટના આ વિડિયોમાં બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું છે. વિડિયો ટ્‍‍વિટર પર શૅર કરીને એકતાએ ટ્વીટ કર્યું હતું કે ‘સ્મૃતિ ઈરાની તેં આપેલી સેફ હૅન્ડ્સ ચૅલેન્જને મેં સ્વીકારી છે. હું હવે અનીતા હસનંદાની, રિયા કપૂર, મૌની રૉય અને દિવ્યાંકા ત્રિપાઠીને ચૅલેન્જ કરું છું. મારા હાથ રિન્ગ અને બ્રેસલેટથી ભરેલા હોવાથી હાથ ધોવામાં મને એક મિનિટ લાગી હતી. સાથે જ સૅનિટાઇઝર પણ લગાવ્યું. મારા વાળ પર ન જતા, કેમ કે આ મારો ક્વૉરન્ટીન લુક છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 12:40 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK