Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એકતા જૈન જોવા મળશે હોરર-કૉમેડી ફિલ્મ ખલીબલીમાં

એકતા જૈન જોવા મળશે હોરર-કૉમેડી ફિલ્મ ખલીબલીમાં

29 November, 2019 02:23 PM IST | Mumbai

એકતા જૈન જોવા મળશે હોરર-કૉમેડી ફિલ્મ ખલીબલીમાં

ધર્મેન્દ્ર સાથે એકતા જૈન

ધર્મેન્દ્ર સાથે એકતા જૈન



બોલીવુડ અભિનેત્રી, મોડેલ, એન્કર અને ટિકટોક સ્ટાર એકતા જૈન, કે જેણે શગુન, શાકાલાકા બૂમ બૂમ, ફેમિલી નંબર વન, એક થી રાજકુમારી જેવી ધારાવાહિકમાં જોવા મળી હતી. સાથે જે અન્જાને જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. સાથે તેણે બમ્બઈ કી હવા કર ગઈ તબાહ, અતિથી, મીનાનો માંડવો, બેબી સીટર, ઉધવ સંવાદ, અભિશાપ કર્ણ જવા અલગ અલગ ભાષાના નાટકોમાં પણ કામ કર્યા છે. તે હવે હોરર કૉમેડી ફિલ્મ ખલીબલીમાં જોવા મળશે. ફિલ્મને કમલ કિશોર મિશ્રા પ્રોડ્યૂસ કરી રહ્યા છે. વન એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ પ્રોડક્શન્સ અને પ્રાચી મુવિઝની આ ફિલ્મ છે.

એકતા ટિકટોકની જાણીતી ક્રિએટર છે. એકતા જૈનના ટિકટોક પર ચાર લાખ નેવુ હજારથી વધારે ફોલોઅર્સ છે. તેના વીડિયોને 11 મિલિયન કરતા વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. ખલીબલી ફિલ્મને મનોજ શર્માએ લખી અને ડાયરેક્ટ કરી છે. ફિલ્મ મુંબઈ અને લખનઊમાં શૂટ થશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, મધૂ શાહ, રજનીશ દુગ્ગલ, કાયનાત અરોરા, રોહન મહેરા, વિજય રાજ, રાજપાલ યાદવ, અસરાની પણ જોવા મળશે.

આ પણ જુઓઃ ડેઈઝી શાહઃ 'ગુજરાત 11'ની આ અભિનેત્રી છે આટલી ખૂબસૂરત, જુઓ તસવીરો



એકતા ફિલ્મનો મહત્વનો ભાગ છે. ફિલ્મ વિશે વાત કરતા એકતા કહે છે કે, હું ખુશ છું કે આટલા બધા અનુભવી લોકો સાથે કામ કરવાની તક મળી રહી છે. મે આ કલાકારો પાસેથી ઘણું શીખવા મળ્યું છે. ફિલ્મ 60સટકા જેટલી તૈયાર છે. નવા વર્ષ પહેલા તેનું શૂટિંગ લખનઊમાં કરવામાં આવ્યા.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2019 02:23 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK