Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાનથી ફક્ત 7 વર્ષ મોટી છે 'રાધે'માં માતાનું પાત્ર ભજવતી અભિનેત્રી

સલમાનથી ફક્ત 7 વર્ષ મોટી છે 'રાધે'માં માતાનું પાત્ર ભજવતી અભિનેત્રી

04 November, 2019 07:52 PM IST | મુંબઈ ડેસ્ક

સલમાનથી ફક્ત 7 વર્ષ મોટી છે 'રાધે'માં માતાનું પાત્ર ભજવતી અભિનેત્રી

સલમાનથી ફક્ત 7 વર્ષ મોટી છે 'રાધે'માં માતાનું પાત્ર ભજવતી અભિનેત્રી


સલમાન ખાને આગામી ઈદ પર રિલીઝ થનારી પોતાની ફિલ્મ રાધેની શૂટિંગ શરૂ કરી દીધી છે. આ ફિલ્મનું નિર્દેશન તેના વૉન્ટેડ ડાયરેક્ટર પ્રભુદેવા કરી રહ્યા છે. ફિલ્મમાં દિશા પટણી, જેકી શ્રૉફ, રણદીપ હુડ્ડા જેવા સિતારા સલમાન ખાન સાથે જોવા મળશે અને હવે એક નવા પાત્ર વિશે ચર્ચા થઈ રહી છે.

બોલીવુડ હંગામા વેબસાઈટમાં આવેલી રિપોર્ટ પ્રમાણે, વેટરન એક્ટ્રેસ ઝરીના વહાબે રાધેની સ્ટાર કાસ્ટ જૉઈન કરી છે. ફિલ્મમાં તે રાધેની માતાનું પાત્ર ભજવતી જોવા મળશે. રસપ્રદ બાબત એ છે રિયલ લાઇફમાં સલમાન ખાન અને ઝરીનાની ઉંમરમાં વધારે ફરક નથી. સલમાન અત્યારે 53 વર્ષના છે, જ્યારે ઝરીનાની ઉંમર લગભગ 60 વર્ષ છે. એટલે કે પડદા પર માતા અને પુત્રનું પાત્ર ભજવનારા બન્ને કલાકારોની ઉંમરમાં ફક્ત 7 વર્ષનો જ ફરક છે. ઝરીના વહાબે 70ના સમયમાં પોતાની ફિલ્મી કરિઅર શરૂ કરી હતી. તેમણે ચિત્તચોર, ઘરૌંદા, સાવન કો આને દો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે દક્ષિણ ભારતીય સિનેમાની પણ કેટલીક ફિલ્મો કરી છે.




ઝરીના આજે પણ ફિલ્મોમાં સક્રિય છે. આ વર્ષે તે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબેન મોદીના પાત્રમાં જોવા મળી ચૂકી છે. વડાપ્રધાન મોદીની આ બાયોપિક ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર વિવેક ઑબેરૉયએ ભજવ્યું હતું.


રાધેમાં સલમાન ખાન પોલીસ ઑફિસરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની કાસ્ટનો ફર્સ્ટ લૂક સલમાને તાજેતરમાં જ શૅર કર્યો હતો. રાધેનું નિર્માણ સલમાન ખાન, સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રી મળીને કરી રહ્યા છે. રાધે આવતાં વર્ષે ઈદ પર રિલીઝ થશે. ફિલ્મની ટક્કર અક્ષય કુમારની લક્ષ્મી બૉમ્બ સાથે થવાની છે.

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

આ પહેલા દર્શકો સલમાન ખાનને દબંગ 3માં ચુલબુલ પાંડેના રોલમાં જોઈ શકશો. આ ફિલ્મનું નિર્દેશન પણ પ્રભુદેવાએ કર્યું છે. સોનાક્ષી સિન્હા ફિમેલ લીડ રોલમાં છે, જ્યારે સાઉથના સુપરસ્ટાર કિચ્ચા સુદીપ ફિલ્મમાં વિલનના પાત્રમાં દેખાશે. આ ફિલ્મ સાથે મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર ડેબ્યૂ કરી રહી છે. 20 ડિસેમ્બરના રિલીઝ થતી દબંગ 3માં ચુલબુલ પાંડેની બેક સ્ટોરી દર્શાવવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 07:52 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK