Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુરમાના શૂટિંગ દરમ્યાન તાપસી પન્નુને ગુલાંટ મારવાની પનિશમેન્ટ મળતી હતી

સુરમાના શૂટિંગ દરમ્યાન તાપસી પન્નુને ગુલાંટ મારવાની પનિશમેન્ટ મળતી હતી

26 April, 2020 06:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરમાના શૂટિંગ દરમ્યાન તાપસી પન્નુને ગુલાંટ મારવાની પનિશમેન્ટ મળતી હતી

સુરમાના શૂટિંગ દરમ્યાન તાપસી પન્નુને ગુલાંટ મારવાની પનિશમેન્ટ મળતી હતી


‘સુરમા’ના શૂટિંગ દરમ્યાન તાપસી પન્નુને ગુલાંટ મારવાની સજા મળતી હતી. આ ફિલ્મ ઇન્ડિયન હૉકી સ્ટાર સંદીપ સિંહના જીવન પર આધારિત હતી. શૂટિંગ વખતે તેઓ પણ હાજર રહેતા હતા. એ દરમ્યાન તાપસીથી જો કોઈ ભૂલ થતી તો તાપસીને તેઓ સજા આપતા હતા. આ ફિલ્મમાં તાપસીની સાથે દિલજિત દોસંજ સંદીપ સિંહના પાત્રમાં હતો. શૂટિંગનો એ કિસ્સો યાદ કરતાં એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘આ ‘સુરમા’નો જ એક ભાગ છે. હૉકીના વિશ્વમાં એને ‘બાજીયાં’ કહેવામાં આવે છે. જોકે બાળપણમાં અમે દિલ્હીમાં એને ‘ગુલાટી’ કહેતા હતા. હૉકી વર્લ્ડમાં આ સજા કરવામાં આવે છે. બાળપણમાં અમને એની મજા આવતી હતી. હું એક હાઇપર બાળક હતી એથી મેં ખૂબ એની સાથે મજા કરી હતી. એથી સેટ પર મારા માટે આ કરવું ખૂબ સરળ હતું. સાથે જ હું જ્યારે પણ ક્લાસમાં ગેરહાજર રહેતી તો મારા કોચ સંદીપ સિંહ મને આ સજા આપવા માટે હંમેશાં તૈયાર રહેતા હતા. અમે આ રીતે તૈયારી કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2020 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK